સેલવાસમાં 5 ઇંચ અને ખાનવેલમાં 10 ઇંચથી વધુ વરસાદ

  • 8:33 pm July 29, 2023
અશ્વિન ભાવર | સેલવાસ

 

દાદરા નગર હવેલીના સેલવાસમાં ગુરુવારે રાત્રે 8:00 વાગે થી શુક્રવારે 8:00 વાગે સુધી સતત વરસાદ વરસતા 5 ઇંચ થી વધુ વરસ્યો જોકે સેલવાસ વિસ્તારમાં 10 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની આવક 2.50  ક્યુસેક વધી હતી. તો તબક્કાવાર પાણી છોડવામાં આવ્યું હતું. ડેમમાંથી પાણી છોડવાને કારણે સેલવાસ નરોલી રોડ બ્રિજ રાત્રે બાર વાગ્યે થી સવારે સાત વાગ્યા સુધી અવરજવર માટે બંધ કરવામાં આવ્યું હતું. નદીમાં પાણીનો પ્રવાહ વધવાને કારણે નદી કિનારેના નીચેના વાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.

ખાનવેલ વિસ્તારમાં ધોધમાર વરસાદ થતાં સાંકળતોડ નદીમાં ભારે પૂર આવવાને કારણે તલાવલી પુલ અને ખાનવેલથી ચોડા પુલ બંધ કરવામાં આવ્યો હતો. વરસાદના કારણે ભગત પાડા, પારસ પાડા, દૂધની, સહિત નદી કિનારાના ઘરોમાં પાણી ભરાઈ જવાને કારણે જીવના જોખમે ખેતરોમાં પણ પાણી જવાને કારણે ડાંગર સહિત પાકને પણ ભારે નુકસાન થયું હતું.