લીલીયા તાલુકાના ગોઢાવદર ગામે લૂંટ કરનાર બંને પરપ્રાંતીય આરોપીને ઝડપી પાડતી અમરેલી એલ.સી.બી

  • 8:39 pm July 29, 2023
મૌલિક દોશી | અમરેલી

 

અમરેલી,

ગઇ તા.૦૭/૦૨/૨૦૨૩ ના રાત્રિના આશરે બારેક વાગ્યે અશોકભાઇ મધુભાઇ ગજેરા,  રહે.ગોઢાવદર, વાતની  જિ.અમરેલી વાળા પોતાની ગોઢાવદર ગામે ઉંડા કેડા તરીકે ઓળખાતી સીમમાં આવેલ વાડીએ ઘઉંમાં પાણી વાળવાનું કામ કરતા હોય તે દરમિયાન ત્રણ અજાણ્યા ઇસમો મોઢે બુકાની બાંધી પોતાનો સામાન્ય ઇરાદો પાર પાડવા આવી, અશોકભાઇને લાકડાના ધોકા વડે આડેધડ માર મારી, ઇજા કરી, રોકડા રૂ.૧૭૦૦/- તથા એક એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ.૭૦૦૦/- મળી કુલ કિ.રૂ.૮,૭૦૦/- ની લુંટ કરી, નાસી જઇ ગુનો કરેલ હોય, જે અંગે અશોકભાઇએ અજાણ્યા ત્રણ આરોપીઓ વિરૂધ્ધ ફરીયાદ જાહેર કરતા લીલીયા પોલીસ સ્ટેશન એ, ઇ.પી.કો. કલમ ૩૯૨, ૩૯૪, ૪૪૭, ૧૨૦બી, ૩૪ તથા જી.પી. એકટ કલમ ૧૩૫ મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ.

અમરેલી એલ.બી.ટીમ દ્વારા ઉપરોકત ગુનાના અજાણ્યા આરોપી અંગે તપાસ હાથ ધરવામાં આવેલ અને ગઇ કાલનાં લીલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન લીલીયા, પુંજાપાદર ચોકડી પાસેથી બે ઇસમોને શંકાસ્પદ હાલતમાં પકડી પાડી, ઇસમોની પાસેથી શંકાસ્પદ મોબાઇલ ફોન મળી આવતા મજકુર ઇસમોની સઘન પુછપરછ કરતા ઉપરોકત લુંટના ગુનાની કબુલાત આપતા, પકડાયેલ આરોપીઓ તથા મળી આવેલ લુંટનો મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા લીલીયા પોલીસ સ્ટેશનમાં સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.