ભરૂચ જિલ્લામાં ભૂખી ખાડી ગાડીતૂર: સીતપોણ સેગવા સહિતના 7થી વધુ ગામમાં જળબંબાકાર, 200થી વધુ લોકોનું સ્થળાંતર..

  • 8:56 pm July 29, 2023
રિઝવાન સોડાવાલા | ભરૂચ

 

ભરૂચ,

ભરૂચ તાલુકાના સિતપોણ કરગટ, સેગવા,પરીએજ ટંકારીયા સહિતના ગામોમાં પાણી ફરી વળ્યાં.

સેગવા ગામે અચાનક પાણી વધતા ભરૂચ ફાયર ફાઇટરની ટીમે 30થી વધુ લોકોનું રેસ્ક્યુ જ્યારે 4 ગર્ભવતી મહિલાને સુરક્ષિત સ્થળે ખસેડી.

ભૂખી ખાડી ગાંડીતૂર ગાડીતુર તથા ખેડૂતોના ખેતરો તળાવમાં ફેરવાયા.. કપાસ અને તુવેરના પાક પાણીમાં ગયા..

ખેડૂતોની હજારો એકર જમીનમાં ભૂખીખાડીના પાણી ફરી વળતા ખેતીને નુકશાન.

ઉપરવાસમાં પડેલા વરસાદની અસર ભરૂચ તાલુકાના ગામો પર પાણી ફરી વળતા હજારો લોકો પ્રભાવિત..

મધ્ય ગુજરાતમાં વરસેલા વરસાદના કારણે પાણીની આવક થતા ઉપરવાસમાં વરસેલા વરસાદથી જળાશયો ઉભરાઈ રહ્યા છે જેના ભાગરૂપે કરજણ ડેમમાંથી પણ પાણી છોડવામાં આવતા ભૂખી ખાડી ગાડીતૂર થતા ભરૂચ તાલુકાના સાતથી વધુ ગામોમાં ભૂખી કાઢીને પાણી પરિવર્તા તળાવો ફાટ્યા છે જેના પગલે સાત જેટલા ગામોમાં કમર અને છાતી સમા પાણીનો ભરાવો થતાં ઘણા લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે

મધ્ય ગુજરાતમાં વરસેલા વરસાદના કારણે ઉપરવાસમાં પાણીની આવક થઈ રહી છે જેના પગલે કરજણ ડેમમાં પણ સતત પાણીની આવક થઈ રહી હોવાના કારણે કરજણ ડેમના ત્રણ દરવાજા ખોલી પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે જેના પગલે ભૂખી ખાડીમાં સતત પાણીની આવક થતા ભૂખી ખાડી ગાડીતૂર થઈ છે ભૂખી ખાડી માં સતત પાણીની આવક થતા ઓવર ફ્લો થવાના કારણે આસપાસના ગામોમાં પણ પાણી ફરી વળ્યા છે ભૂખી ખાડીના પાણી ગામના તળાવમાં પણ પહોંચી જતા તળાવો ફાટ્યા છે જેના પગલે તળાવો પણ ઉભરાય ઉઠતા નીચા વાળા વિસ્તારોમાં પાણી ફરી ભર્યા છે જેના કારણે વહેલી સવારથી જ ભરૂચ જિલ્લાના 7 ગામના લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી હોવાની માહિતી સામે આવી છે

ભરૂચ તાલુકાના સેગવા ગામે છાતી સમા પાણી ફરી વળ્યા છે જેના કારણે ગામની પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે સેગવા ગામે 30થી વધુ લોકો પાણીમાં ફસાયા હોવાની માહિતી ભરૂચ નગરપાલિકાના ફાયર ફાયટરોને જાણ કરવામાં આવી હતી જેના પગલે ફાયર ફાઈટર પણ વહેલી સવારે જ સેગવા ગામે દોડી ગયું હતું અને ભૂખી ખાડીના પૂરના પાણી ફરી વળ્યા હોય તેવા સ્લમ વિસ્તારમાંથી 30થી વધુ લોકોનું રેસ્ક્યુ કર્યું હતું જ્યારે 4 જેટલી સગર્ભા મહિલાઓને પણ રેસ્ક્યુ કરી પાણીમાંથી બહાર કાઢી સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની કામગીરી નગરપાલિકાના ફાયર ફાઈટરએ કરી હતી

ભરૂચ તાલુકાના સેગવા ગામ સિવાય પણ સિતપોણ કરગટ,પરીએજ ટંકારીયા સહિતના 7થી વધુ ગામોમાં પાણી ફરી વળ્યાં હતાં ભૂખી ખાડી ગાડીતૂર થતા આસપાસના ગામના લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા ગામના સરપંચોએ પણ ગામના જે નિચાણવાળા વિસ્તારો હતા તેની મુલાકાત કરી હતી જેના પગલે ઘણા લોકોનું સ્થળાંતર કરવા માટે અને રેસ્ક્યુ પણ ગામના યુવાનોએ કર્યું હતું પરંતુ 2013 થી ભૂખી ખાડી ગાડીતૂર થતી હોવાના કારણે ગામના લોકોને ભારે હાલાકી ભોગવી પડતી હોવાના આક્ષેપો પણ કર્યા હતા ભૂખી ખાડીના પાણી માત્ર ગામમાં જ નહીં પરંતુ ખેડૂતોના ખેતરોમાં પણ ફરી વળતાં હજારો એકર જમીનમાં પાણી ફરી વળ્યા હતા. જેના પગલે ખેડૂતોને કપાસ અને તુવેરના પાકમાં મોટું નુકસાન થતા ફરી એકવાર ખેડૂતોએ પાયમાલ થવાનો વારો આવ્યો છે

ભૂખી ખાડીના પાણીથી ખેડૂતોના ખેતર તળાવ બન્યા..

કરજણ ડેમમાંથી પણ પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે જેના કારણે ભૂખી ખાડીમાં પાણીની આવક થવાના કારણે ભૂખી ખાડીની આસપાસ આવેલા ગામોમાં પાણી ફરી ભર્યા છે જેના કારણે રહેણાંક વિસ્તાર તો ઠીક પરંતુ ખેડૂતોના ખેતરોમાં પણ પાણી પડી ભરતા ખેડૂતોના ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે જેના કારણે ખેડૂતોને ફરી એકવાર પાયમાલ થવાનો વારો આવ્યો છે ખેડૂતોના ખેતરો જળબંબાકારની સ્થિતિને પગલે ખેડૂતો પણ વર્તાની માંગ કરી રહ્યા છે 

4 સગર્ભા મહિલાનું ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઈટરએ રેસ્ક્યુ કર્યું

મધ્ય ગુજરાતમાં વરસેલા વરસાદના કારણે ઉપરવાસથી ડેમમાં પણ પાણીની આવક થઈ રહી છે જેના પગલે કરજણ ડેમમાંથી પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે ભૂખી ગાડીમાં પાણીની આવક થતાં ઘણા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા જેમાં ચાર સગર્ભા મહિલાઓ ફસાઈ હોવાની માહિતી ભરુદ નગરપાલિકાના થતા તેઓએ વહેલી સવારે ઘટના સ્થળ ઉપર પહોંચી સ્થાનિક ગ્રામજનોનું રેસ્ક્યુ તો કર્યું હતું સાથે 4 સગર્ભા મહિલાઓનું પણ દિલ ધડક રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.