મોહરમ નીમીત્તે પાલીતાણામાંથી 3 આકર્ષક તાજીયાનુ જુલુસ નિકળ્યું..
- 9:49 pm July 29, 2023
ભાવનગર,
ઈસ્લામ ધર્મ મહાન પયંગબર મોહમ્મદ રસુલલુલ્લાહના નવાસા ઈમામે હૂસૈન આ.સ અને એમના વ્હાલા કુટુંબીજનો અને આપના વફાદાર સાથીદારો એ કરબલા ના મૈદાન માં આશુરા ના દિવસે ૩ દીવસના ભુખ્યાને તરસીયા સાથે શહાદત વ્હોરી છે. તે શહીદોની યાદમાં તાઝીયા ઝુલુસ તેમજ વાએજ, મીઝલ્સ, રોઝા, નમાઝ સહિતની ઈબાદતો કરી ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.
દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ પાલીતાણા શહેરમાંથી 3 આકર્ષક તાજીયાનુ ઝુલુસ નીકળ્યું હતુ જેમાં પાલીતાણાના તાજીયા ગુજરાત ના બીજા નંબર ના ગણવામાં આવે છે પાલીતાણાના તાજીયા હાઈડ્રોલીક અને લાઈટીગમાં પ્રથમ નંબર આવે છે. જે તાજીયા જોવા માટે ભાવનગર, વરતેજ, સિહોર, ગારીયાધાર, તળાજા, મહુવા સહિત જીલ્લામાંથી પાલીતાણાના તાજીયા જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા. ગત રાત્રે શુક્રવારે મોડી સાંજે તમામ તાજીયા તેના રાબેતા મુજબ પડ ઉપર લાવામાં આવ્યા હતા. જેમા ખાસ કરીને પાલીતાણા શહેર માંથી નીકળતા આકર્ષક ૩ જેટલા આકર્ષક તાજીયા ગત કાલે તેના રાબેતા મુજબ મોડી રાતથી વ્હેલી સવાર સુધી રૂટ ઉપર આખી રાત આકર્ષક તાજીયા જુલુસ ફર્યું હતું અને શનિવારે આશુરા ના દિવસે સાંજે ૪ કલ્લાકે તમામ તાજીયા ઝુલુસ તેના પડ ઉપરથી નીકળી રાબેતા મુજબના રૂટ ઉપર ઝુલુસ રૂપે નીકળીયા હતા. અને મોડી રાત્રે ૧૦ કલાકે ત્રણેય તાજીયા ભૈરવનાથ ચોક ખાતે ભેગા થય સલામી આપી પાલીતાણા શહેરના તમામ તાજીય ટાઢા કરવામાં આવ્યા હતા.
તાજીયા ઝુલુસ દરમ્યાન તાજીયાના રૂટ ઉપર ઠંડા પાણી, સરબત, દુધ કોલ્ડ્રીંક્સ અને જુદી જુદી નિયાઝનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. જે રીતે મુસ્લીમ બિરાદરો તાજીયા ઝુલુસના દીદાર અર્થે નીકળે છે તેજ રીતે હિન્દુ મુસ્લિમ ભાઈઓ- મોટી સંખ્યામાં તાજીયાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. તમામ લોકો એ તાજીયા ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને પોતાની માનતા પુરી કરી હતી આ વર્ષે દર વર્ષે કરતાં લોકો નો ધસારો વધ્યો હતો. આ તાજીયા દરમિયાન સરવો સમાજ ના લોકો તાજીયા માં હાજર રહી સમગ્ર શહેર માં કોમી એક્તા અને ભાઈચારાના દર્શન થાય છે. ૧૦મી મોહરમ નાં આશુરા નાં દિવસે મસ્જીદોમાં આસુરા ની ખાસ નમાઝ, અને દુવાઓ પણ કરવામાં આવી હતી અને કરબલાનાં મહાન શહીદ ઈમામ હુસૈન અ.સ ની યાદમાં આ તહેવાર મનાવવામાં આવે છે. તાજીયા દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે સુલેહ, શાંતિ અને ભાઈચારા સાથે મોહ૨મનો પર્વ ઉજવાય તે માટે પાલીતાણા ટાઉન DYSP 1 .P.I 2 PSI 3 સહિત પોલીસ જવાનો 60 હોમ ગાર્ડ 50 જી આર ડી 40 સંબંધીત પોલીસ બંદોબસ્ત માટે ગોઠવાઈ હતી અને આરીતે મોહરમ ના તાજીયા જુલૂસ શાંતિપૂર્ણ પુર્ણ થયું હતું.