પાટણ, કચ્છ, મહેસાણા અને મોરબી જિલ્લા પંચાયતના સદસ્યો માટે શંખેશ્વરમાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ હાજરી આપી

  • 6:36 pm July 30, 2023
અનિલ રામાનુજ | રાધનપુર

 

પાટણ,

પાટણ જિલ્લાના શંખેશ્વર ખાતે ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નું તારિખ 30 જુલાઈનું આગમન જેમાં ભાજપના ચાર જિલ્લા પંચાયતના પ્રશિક્ષણ વર્ગમાં આપ્યું માર્ગદર્શન આપ્યું હતું. પાટણ, કચ્છ, મહેસાણા અને મોરબી જિલ્લા પંચાયતોના સદસ્યોનો પ્રશિક્ષણ વર્ગ, કોરોના કાળમાં કાર્યકરોની સેવાને બિરદાવી હતી. રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓ લોકો સુઘી પહોંચાડી લોક સેવા કરવાનું સૂચન પણ કરવામાં આવ્યું અને પાણી રોડ રસ્તા વગેરે માટે સરકાર કટીબદ્ધ છે. કાર્યકરો આવા કામોને પ્રાથમિકતા આપે તે વિષયને અનુસંધાનમાં વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું.

વઢીયાર પંથકના જૈન યાત્રાધામ શંખેશ્વર ખાતે તારીખ 30 જુલાઈના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ પાર્શ્વપદ્માવતી શક્તિ પીઠ ગુરૂ લક્ષ્મણ ધ્યાન કેન્દ્ર ખાતે પહોચ્યા હતા. શંખેશ્વર ખાતે હેલીપેડ પર આવી રોડ માર્ગે  શંખેશ્વર પાર્શ્વ પદ્માવતી શક્તિ પીઠ ગુરૂ લક્ષ્મણ ધ્યાન કેન્દ્ર ખાતે પહોંચ્યા તેમણે આચાર્ય પ પુ આ લેખેન્દ્ર શેખર સૂરી સ્વર જિ  મહારાજ સાહેબના દર્શન કર્યાં બાદ આર્શિવાદ મેળવ્યા હતા.

તેમણે ભાજપ યુવા મોરચાની પ્રદશની નિહાળી કાર્યકરો ને અભિનંદન પાઠવ્યા હતા ત્યારબાદ પાટણ મહેસાણા કચ્છ અને મોરબી જીલ્લા  પંચાયત ના ચુંટાયેલા સભ્યો નો પ્રશિક્ષણ વર્ગમા માગૅદશૅન આપ્યું હતુ. જેમાં આઠ સત્રો રાખેલા છે અને અલગ અલગ વક્તાઓ મારફતે આ સેમીનારમાં બીજેપી સદસ્યોને માર્ગદર્શન આપાસે 
મુખ્યમંત્રી એ પી એમ સ્વ નિધિ, પી એમ મુદ્રા યોજના, પી એમ આવાસ યોજના, આયુષ્યમાન ભારત યોજના સહીત રાજ્ય સરકારની વિવિધ યોજના નો લાભ આપવા જણાવ્યું તેમણે કોરોના કાળમાં કાર્યકરો દ્વારા કરવામા આવતી લોક સેવાને બિરદાવી હતી.આ પ્રશિક્ષણ વર્ગના ઇન્ચાર્જ કે.સી.પટેલે મીડિયા સાથે વાતચીત કરી જાણકારી આપી હતી.