અમદાવાદ જીલ્લાના ધંધુકા વિસ્તારમાં મોહરમ પર્વની શાંતિ પૂર્વક ઉજવણી કરાઈ
- 6:41 pm July 30, 2023
અમદાવાદ,
અમદાવાદ જીલ્લાના ધંધુકા વિસ્તાર માં મોહરમ પર્વ ની શાંતિ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ધંધુકા વિસ્તારમાં પયગંબર સાહેબ ના નવાસા હજરત ઇમામ હુસેન ની હક અને સચ્ચાઈ માટે કરબલા મા શહાદત વહોરી . તેમની અને તેમના 72 સાથીદારો ના માન માં ધંધુકા શહેર પડાણા અને રોજકા અને બાજરડા ગામ માં શહાદત પર્વની ઉજવણી કરાઈ..
ધંધુકા શહેર માં કલાત્મક તાજીયા ધંધુકા ના મુખ્ય માર્ગો પર પસાર થયા હતા . ત્યાં લોકો એ શાંતિ એકતા તેમજ પોતાની માનતાઓ માટે ની પ્રાથના કરેલ. ધંધુકા માં હાથી તાજીયા સરકારી તાજિયા ભીરુ મિયાં ના તાજિયા મોદન તાજિયા અને દેસાઈ તાજિયા કુલ 5 તાજિયા નગર ના મુખ્ય માર્ગો પર ઇમામ હુસેનની યાદમાં બનાવવા માં આવેલ. આ દિવસે મુસ્લિમ બિરાદરોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને મોટી સંખ્યામાં તાજીયામાં જોડાયા હતા. અને આ પર્વ એ કોઈ અનિશ્ચિત ઘટના ના બને તે માટે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.