ગુજરાતનું એક એવું મંદિર કે જ્યાં સાત શિવલિંગ છે સ્વયંભૂ..
- 9:31 pm July 30, 2023
ભરૂચ,
હાલ અધિક માસમાં વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળતી હોય છે
આ મંદિરે શ્રાવણ માસ દરમિયાન સમગ્ર ગુજરાત ભરમાંથી મંદિરના દર્શન કરવા મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉમતી પડતા હોય છે
શ્રાવણ માસમાં સવારથી જ શિવમંદિરમાં ભક્તોની ભીડ રહેતી હોય છે
તવરા કે જ્યાં કપિલમુનિએ તપ કર્યું હતું તરણેશ્વર નું અપભ્રંશ થઈ તવરા નામ પડ્યું
ચિંત નાથ મહાદેવ કપીલેશ્વર મંદિર જ્યાં કપિલ મુનિએ સપ્તલિગ ની સ્થાપના કરી હતી
નર્મદા સ્નાન કરી સપ્ત શિવલિંગના દર્શન કરવાથી મોક્ષ પ્રાપ્તિ નો મહિમા રહેલો છે
નર્મદા નદીના કિનારે કંકર એટલા શંકર કહેવાય છે નર્મદા તટ પરના ગામેગામ પ્રસિદ્ધ શિવમંદિરો છે તો અનેક સ્થનો પર ઋષિઓએ તપ કર્યા હોવા ન ઉલ્લેખ પણ ધાર્મિક ગ્રંથોમાં મળે છે નર્મદા પૂરાંન માં તરણેશ્વર અને આજે તવરા નામે ઓળખાતા ગામની ભૂમિ પર પ્રાચીન કાળમાં કપિલમુનિએ તપ કર્યું હોવાનું કહેવાય છે શાસ્ત્રોમાં કપિલમુનિ ને શિવ સ્વરૂપ દર્શવવા માં આવ્યા છે
એક વાયકા મુજબ કપિલ ઋષિ નર્મદા નદીના ભરૂચ સ્થિત દશાશ્વમેઘ ઘાટ પર આવ્યા હતા જ્યાં તેઓ બલિરાજાને ત્યાં રોકાયા હતા ત્યારબાદ તેઓ તવરા ગામે ગયા હતા જ્યાં તેમને તપ કર્યું હતું અહીં તેમને કપિલેશ્વર મહાદેવ ની સ્થાપના કરી સપ્ત શિવલિંગ ની સ્થાપન કર્યું હતું જેમાં ( ૧ ) શ્રી કપિલેશ્વર મહાદેવ ( ૨ ) શ્રી કોટેશ્વર મહાદેવ ( 3 ) શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ ( ૪ ) શ્રી વિઘ્નેશ્વર મહાદેવ ( ૫ ) શ્રી મહાકાલેશ્વર મહાદેવ( ૬ ) શ્રી ગુપ્તેશ્વર મહાદેવ અને ( ૭ ) શ્રી નર્મદેશ્વર મહાદેવ નો સમાવેશ થાય છે ચૈત્ર સુદ ચૌદસના દિવસે નર્મદા નદીમાં સ્નાન કરી દીવડા નું દાન કરી દર્શન કરવાથી અખંડ ચક્ષુ પ્રાપ્ત થવા સાથે મોક્ષ મળતો હોવાની વાયકા છે અહીં દર્શન કર્યા બાદ લોકો ચિંતામાંથી મુક્ત થતા ચિંતનાથ મહાદેવ ના નામે ઓળખાય છે
રેવા પુરાણમાં દર્શાવ્યા મુજબ બાણાસુર રાક્ષસે પણ અહીં તપ કર્યું હતું બાણાસુરે અહીં કોટેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી જોકે હવે આ મંદિર કડોદ ગામની સીમમાં આવેલું છે મોગલ શાસન દરમિયાન ઔરંગઝેબે ચઢાઇ કરી હતી ઔરંગઝેબે ના સૈન્યે મંદિરના શિવલિંગને ખંડિત કરવાનો પ્રયાસ કરતાં તેમાંથી દૂધની ધારાઓ વછૂટી હતી અને ઔરંગઝેબ નું સૈન્ય શિવલિંગ ખંડિત કરવામાં નિષ્ફળ રહ્યું હતું પછી તેવો સૈન્ય લઈને અંગારેશ્વર ગામે ગયા હતા