૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ-૨૦૨૩ રાજ્યકક્ષાની ઉજવણી વલસાડ ખાતે યોજાશે

  • 8:25 pm July 31, 2023

 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ધ્વજવંદન સમારોહ યોજાશે

ભારતના સ્વાતંત્ર્ય પર્વ-૧૫મી ઓગસ્ટ-૨૦૨૩ની રાજ્યકક્ષાની ઉજવણી વલસાડ ખાતે કરવામાં આવનાર છે. ૧૫મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને વલસાડ ખાતે ધ્વજવંદન સમારોહ યોજાશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ  શંકરભાઈ ચૌધરી પાટણ ખાતે તથા રાજ્ય મંત્રીમંડળના સભ્યો-કલેકટરઓ વિવિધ જિલ્લા મથકોએ ધ્વજવંદન કરાવશે.

રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ ક્યા મહાનુભાવ ક્યાં ધ્વજ વંદન કરાવશે તેની વિગતો:

કેબિનેટ મંત્રીઓ : ૧.  કનુભાઈ દેસાઈ (નવસારી), ૨.  ઋષિકેશભાઈ પટેલ (વડોદરા), ૩.  રાઘવજીભાઈ પટેલ (રાજકોટ), ૪.  બળવંતસિંહ રાજપૂત (સુરત), ૫.  કુંવરજીભાઈ બાવળીયા (અમદાવાદ), ૬.  મૂળુભાઈ બેરા (કચ્છ), ૭. ડૉ. કુબેરભાઈ ડિંડોર (છોટાઉદેપુર), ૮. ભાનુબેન બાબરિયા (જૂનાગઢ)

રાજ્યમંત્રીઓ : ૯.  હર્ષ સંઘવી (દાહોદ), ૧૦.  જગદીશ વિશ્વકર્મા (બનાસકાંઠા), ૧૧.  પરષોત્તમભાઈ સોલંકી (ગીર સોમનાથ), ૧૨.  બચુભાઈ ખાબડ (મહીસાગર), ૧૩.  મુકેશભાઈ પટેલ (ગાંધીનગર), ૧૪.  પ્રફુલભાઈ પાનશેરિયા (ભાવનગર), ૧૫.  ભીખૂસિંહજી પરમાર (પંચમહાલ), ૧૬.  કુંવરજીભાઈ હળપતિ (નર્મદા) 
આ ઉપરાંત આણંદ, પોરબંદર, ખેડા, અરવલ્લી, દેવભૂમિ દ્વારકા, સાબરકાંઠા, જામનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, મહેસાણા, અમરેલી, તાપી, ડાંગ અને ભરૂચ ખાતે સંબંધિત જિલ્લાના જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ધ્વજવંદન સમારોહ યોજાશે તેમ, સામાન્ય વહીવટ વિભાગ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.