અંબાજીમા બાઈક ચોર બન્યા બેફામ; શક્તિ દ્વાર પાસેથી બાઈક લઇ ચોર રફુચકકર..

  • 8:26 pm July 31, 2023
જીતેન્દ્ર સોલંકી | દાંતા

 

બનાસકાંઠા,

યાત્રાધામ અંબાજીમાં અગાઉ પણ અનેકો બાઈક ચોરીની ઘટનાઓ બની છે ત્યારે તેના સીસીટીવી પણ સામે આવતા રહ્યા છે પણ હજી સુધી આ બાઈક ચોરો બેફામ બની બાઇક ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. જેને લઈને અંબાજી ગ્રામજનોમાં પોતાની બાઈક ને લઈને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે સાથે સાથે ગ્રામજનો અંબાજી પોલીસ થી બાઈક ચોરો પર કડક એક્શન લેવાય તેવી માંગ પણ કરી રહ્યા છે જેથી બાઇક ચોરીની ઘટનાઓ ને રોકી શકાય અને અપરાધીઓ મા પોલીસ નો ડર જળવાઈ રહે.

યાત્રાધામ અંબાજીમાં બાઇક ચોરીની ઘટનાઓ પર બ્રેક લાગે તેવું દેખાતું નથી અંબાજીમાં બાઇક ચોરીની વધુ એક ઘટના સામે આવી છે અંબાજી મંદિરના શક્તિ દ્વારા આગળથી ચોરે બાઈક લઈ રફુચક્કર થયો હતો ત્યારે આ તમામ ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. અંબાજી મંદિરના શક્તિ દ્વાર આગળ હાઇવે માર્ગ પર રાખેલી બાઇક ને ચોરે મોઢે રૂમાલ બાંધી ત્યાંથી બાઈક ચોરી કરી લઈ જતો વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. અંબાજી મા અગાઉ પણ અનેકો બાઈક ચોરી ઘટનાઓ સામે આવેલી છે. જેને લઇને અંબાજી મા ભય નો માહોલ જોવા મળી રહ્યો છે.