સાબરકાંઠાના પ્રાંતિજમાં ચોરીના 37 મોબાઇલ સાથે, 2 આરોપી ઝડપાયા
- 8:28 pm July 31, 2023
સાબરકાંઠા,
હિંમતનગર એ ડિવિઝન પી.આઈ બીપી ડોડીયાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે હિંમતનગર રિવરફ્રન્ટ પાસે બે શખ્સો ચોરીના મોબાઇલ વેચવા માટે ફરી રહ્યા છે જે બાતમીને આધારે પોલીસે સ્થળ પર પહોંચી ઋત્વિકસિંહ અગરસિંહ મકવાણા રહે.કાટવાડ તા.પ્રાંતિજના શખ્સને ઝડપી તલાસી લેતાં તેની પાસેથી વિવો કંપનીનો મોબાઇલ ફોન મળ્યો હતો.
પોલીસે મોબાઈલ અંગે પૂછપરછ કરતાં તેણે નવી સિવિલ આગળથી 20 દિવસ અગાઉ તેના મિત્ર રણજીતસિંહ દલપતસિંહ ચૌહાણ સાથે મળી ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. ત્યારે પોલીસે બંને શખ્સોને ઝડપી વધુ પૂછપરછ કરતાં તેમણે અલગ અલગ વિસ્તારમાંથી કુલ 37 મોબાઈલ ફોનની ચોરી કરી, કાટવાડ ખાતે તેના ઘરે મૂક્યા હોવાનું કબૂલ્યું હતું જેથી પોલીસે આરોપીના ઘરે જઈ તપાસ કરતાં અન્ય 35 મોબાઈલ ફોન મળી આવ્યા હતા આ સમગ્ર મામલે પોલીસે બંને શખ્સો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.