રાધનપુરના મઘાપૂરા ગામે તળાવમા ભેંસો કાઢવા જતાં આધેડ ડૂબ્યો

  • 8:29 pm July 31, 2023
અનિલ રામાનુજ | રાધનપુર

 

પાટણ,

પાટણ જિલ્લાનાં રાધનપુર તાલુકાના મઘાપુરા ગામ ખાતે તળાવ માંથી ભેંસો બહાર કાઢવા જતા એક આધેડ તળાવમાં ડૂબ્યો હતો. જેના સમાચાર ગ્રામજનોને થતા લોકો એકત્ર થયા હતા. જાણકારી મળતાં ગ્રામજનો તળાવના કિનારે ઉમટી પડ્યા હતા. સ્થાનિક તરવૈયા અને લોકો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. સ્થાનિક તરવૈયા દ્વારા શોધખોળ કરાયા બાદ પણ ભાળ મળી ન હતી. જે રાત્રી દરમિયાન મોડા સુધી કોઈ અતોપતો લાગ્યો નહોતો જે બાદ વહેલી સવારે મૃતદેહ તળાવના કિનારે તરીને બહાર આવતા લોકોએ મૃતદેહને બહાર કાઢી રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ કરી પરિવારને મૃતદેહને સોંપવામાં આવ્યો હતો. 

પાટણ જિલ્લાના રાધનપુર ના મધાપુર ગામના તળાવ માં ગામ ના ભીખાભાઇ રાવળ પોતાની ભેંસો લઈ ચરાવવા ગયા હતા જે દરમિયાન ભેંસો નજીક તળાવ માં ગઈ હતી તેને બહાર કાઢવા જતા રાવળ ભીખાભાઇ રયચંદભાઈ આધેડ પણ આ તળાવ માં ડૂબ્યા હતા. જે ગ્રામજનોને જાણ થતાં  સ્થાનિક તરવૈયા દ્વારા શોધખોળ કરવામાં આવી હતી પરંતુ શોધખોળ બાદ મોડી રાત્રી સુધી આધેડ મળી આવ્યા નહોતા. જે ઘટનાને પગલે રાધનપુરના ધારાસભ્ય લવીંગજી ઠાકોર અને રાધનપુર મામલતદાર પણ રાત્રે ઘટના સ્થળે પહોંચયા હતા. અને ધારાસભ્ય લવીંગજી ઠાકોર દ્વારા મૃતદેહને શોધવા માટે NDRF ટીમ મોકલવા માંગ કરી હતી. ત્યારે આધેડ ની લાશ વહેલી સવારે મળી આવી હતી. જેનું રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ કરી લાશને વાલી વારસ ને સોંપવામાં આવી હતી. ગામનાં ખેડુત પુત્ર પોતાની ભેંસો તળાવમાંથી બહાર કાઢવા વખતે ડૂબ્યા હતા જેમનું તળાવમાં ડૂબવાથી મોત થતાં પરીવાર માં શોકનો માહોલ છવાયો હતો.