રાણપુરની મોડેલ સ્કુલ ખાતે તાલુકા કક્ષાના યુવા ઉત્સવનું આયોજન કરાયુ
- 8:33 pm July 31, 2023
બોટાદ,
રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ- ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી- બોટાદ આયોજિત રાણપુર તાલુકા કક્ષાના યુવા ઉત્સવમાં મોડેલ સ્કૂલ રાણપુરના વિદ્યાર્થીઓએ કાર્યકારી આચાર્ય કે.એન. રાઠોડનાં માર્ગદર્શન હેઠળ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં સમૂહ ગીતમાં મેસવાણીયા આરતી, સોલંકી અનિતા, મેટાળીયા દીપિકા, લીંબડીયા નયના અને પરમાર કુસુમના ગૃપે પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. હાર્મોનિયમ વાદનમાં રવિભાણ વિશ્વમ પ્રથમ, તબલા વાદનમાં પરમાર કલ્પેશ પ્રથમ,ચિત્રકલાના વાઘેલા સંજના પ્રથમ સ્થાને આવ્યા હતા. તેમજ ભજનમાં મેણીયા દિવ્યા તૃતીય ક્રમે અને મેટાળીયા દીપિકા સર્જનાત્મક પ્રવૃત્તિમાં તૃતીય ક્રમે આવ્યા હતા વિજેતા વિદ્યાર્થીઓને શાળાના તમામ સ્ટાફ મિત્રોએ વિજેતા થયેલા વિદ્યાર્થીઓને અભિનંદન તેમજ શુભેચ્છા પાઠવી હતી.