હળવદમાં ઘઉં ભરેલ કન્ટેનરની લૂંટ ચલાવીને ભાગવા જતા કન્ટેનર કેદારીયા પાસે પલટી મારી ગયુ

  • 8:55 pm July 31, 2023
અમિત વિંધાણી, હળવદ

 

મોરબી,

હળવદ હાઇવે ઉપર મોરબી ચોકડી નજીક આવેલ પાટીદાર પેટ્રોલપંપ પાસે ગઈ રાત્રીના બે વાગ્યાની આસપાસ હળવદના સુખપર ગામેથી ઘઉં ભરેલું કન્ટેનર લઈને વાંકાનેર ખાલી કરવા જઈ રહેલા કન્ટેનરના ચાલકને બે કારમાં ઘસી આવેલા પાંચ શખ્સોએ આંતરી ને ઉભો રાખ્યો હતો. આથી ડ્રાઈવરે કન્ટેનર ઉભું રાખ્યા બાદ પાંચ શખ્સોએ તેને માર મારીને પાંચમાંથી બે શખ્સો કન્ટેનર લઈને ફરાર થઇ ગયા હતા. પણ આ લૂંટારુંઓના કમ નસીબે કેદારીયા ગામના પાટીયા પાસે કન્ટેનરના બે ટાયરમાં ભડાકા થતા કન્ટેનર પલ્ટી મારી ગયું હતું. આથી બે શખ્સો તુરત જ કાર લઈને ભાગી છૂટ્યા હતા. પણ બીજી કારમાં રહેલા અને કન્ટેનરમાં રહેલા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. જો કે આ ત્રણમાંથી બે આરોપીઓને ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યારે એકને પોલીસ સ્ટેશન ખાતે રાખીને અટકાયત કરી ને વધુ તપાસ હળવદ પોલીસ કરી રહી છે.