હળવદ તેમજ ગ્રામ્ય પંથકમાં આંખ આવવાની બીમારીનો રોગચાળો વકર્યો
- 8:56 pm July 31, 2023
મોરબી,
હળવદ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં આંખ આવવી કંન્જકટિ વાઇટિસ બીમારીએ માઝા મૂકી છે હળવદની સરકારી હોસ્પિટલમાં દરરોજના 100 થી વધુ કેસ આવી રહ્યા છે અને ગ્રામીણ પંથકોમાં પણ આંખ આવવી વાયરસનો કેસ વધી રહ્યા છે આ કેસ વૃદ્ધો અને બાળકોમાં વધારે જોવા મળી રહ્યા છે ત્યારે ચરાડવા સામુહિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર સાથે વાત કરતા તેમને જણાવેલ કે દરરોજની 150 ની ઓપીડી માંથી 30 થી વધારે દર્દીઓ આંખના રોગના ચેપ વારા આવે છે. તેમને ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિશે જણાવ્યું હતું કે આંખને મસળવીની નહીં અને આંખને વારંવાર હાથ અડાડવો નહિ અને ચશ્મા પહેરવા, ટુવાલ રૂમાલ અલગથી વાપરવા અને આંખમાં બળતરા થવી આંખમાં પાણી આવે એટલે સારવાર લેવી સારવારના ત્રણ ચાર દિવસમાં દર્દીને સારું થઈ જાય છે. તેવુ ડોક્ટર કૈલા એ જણાવ્યું હતું.