દાંતા તાલુકાના બોરડીયાળા ગામના લોકો કરે છે જીવના જોખમે નદી પાર
- 8:57 pm July 31, 2023
બનાસકાંઠા,
બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તાર દાંતા તાલુકાના બોરડીયાળા ગામના નાના નાના વિદ્યાર્થીઓ દોરી પકડી ને નદી પાર કરતા જોવા મળી રહ્યા છે. ગામના લોકો કિડી નદી પર પુલ બનાવાય તેવી ઉગ્ર માંગ કરી રહ્યા છે. ચોમાસા વખત આ નદીમાં પાણીની આવક વધારે હોવાથી ગ્રામ જનો બાંધે છે. નદી પર દોરી તેના દ્વારા નાના બાળકો પોતાના અભ્યાસ માટે સ્કૂલે જતા હોય છે અને ગામના સ્થનિકો પણ પોતાના રોજગાર માટે એજ દોરીની મદદથી જાય છે. તંત્રને વારંવાર રજુઆત પણ તંત્ર ના આંખ આડા કાન હોય તેવું લાગી રહ્યું છે ગામના લોકોએ તંત્રને અનેકો વાર આ બાબતે રજુઆત કરી છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પણ જાતના પગલાં નથી લેવાતા ક્યાં સુધી ગ્રામજનો દોરી ને સહારે કરશે જોખમી નદી પાર ગ્રામ જનો ને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તંત્રનું મોન્સૂન પ્લાનિંગ બસ કાગળો પર વેલ સેટ હોય તેવું સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે.