અમરેલી જિલ્લામાં ગુનાઓ છેલ્લા આઠ વર્ષથી નાસતા આરોપીને બાબરા પોલીસ ટીમે ઝડપી પાડ્યો

  • 9:00 pm July 31, 2023
મૌલિક દોશી | અમરેલી

 

અમરેલી,

અમરેલી જિલ્લામાં ગુનાઓ આચરી નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે પોલીસ વડા દ્વારા આદેશ આપવામાં આવતા સ્થાનિક પોલીસ સહિત ક્રાઈમ બ્રાન્ચની ટીમ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે ત્યારે બાબરા પોલીસ સ્ટેશમાં છેલ્લા 8 વર્ષથી નાસ્તો ફરતો આરોપી મુકેશ સોહલીયાને પોલીસે ઝડપી પાડ્યો હતો.બાબરા પોલીસ સ્ટેશનમાં આરોપીને તા.27/09/2015ના ધરપકડ કરી નામ. કોર્ટમાં રજુ કરવામાં આવ્યાં બાદ નામ કોર્ટમાંથી જામીન ઉપર છૂટીને છેલ્લા આઠ વર્ષથી કોર્ટ મુદતે હાજર રહેતો ન હોય અને નાસતો ફરતો હોય જેથી આ કામના આરોપી વિરુધ્ધ જે.એમ એક સી. કોર્ટે બાબરા દ્વારા CRPC કલમ 30 મુજબનું વોરંટ ઈશ્યુ થયું હતું, આરોપી આજદિન સુધી નાસતો ફરતો રહેતો હતો. ત્યારે બાબરા પી.આઈ.આર.ડી.ચૌધરીની ટીમ દ્વારા ટેક્નીકલ સોર્સ આધારે નાસતા ફરતા આરોપીને રાજકોટ શહેરના શાસ્ત્રી નગર વિસ્તારમાંથી બાબરા પોલીસ સ્ટેશન ટીમ દ્વારા પકડી પાડી નામ.કોર્ટ હવાલે કર્યો હતો. જેથી નામ. કોર્ટ દ્વારા આરોપીને જેલ હવાલે કરવામા આવ્યો છે.