ઉપલેટામાં જુગારધામ પર પોલીસે દરોડો પાડી 8 શખ્સને રંગે હાથે ઝડપી લીધા
- 9:01 pm July 31, 2023
રાજકોટ,
ઉપલેટામાં જાહેરમાં જુગાર રમતા 8 શખ્સ ને પોલીસે રંગે હાથે ઝડપી લીધા હતા અને તેમની પાસેથી રૂ. 27,000નો મુદામાલ કબજે લઇને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ અને જેતપુર ડીવાયએસપી આર.એ.ડોડીયાની ઉર્ફે કડક સૂચના પ્રમાણે પી આઇ કે. કે. જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે. એસ. ગરચર અને સ્ટાફને પેટ્રોલિંગ દરમ્યાન હકીકત જાણવા મળી હતી કે પાટણવાવ રોડ પર આવેલી અશ્વિન ટોકીઝ નજીક દેવીપૂજક વાસમાં અમુક શખ્સો ભેગા મળીને જાહેરમાં તીનપતીનો જુગાર રમી રહ્યા છે. આ બાતમી મુજબ પોલીસે તે સ્થાનિક જગ્યા ઉપર દરોડો પાડીને જુગાર રમતા 8 શખ્સો જેમાં અનિશ હબીબભાઈ સમા, જાવેદ કાદરભાઈ વાઢા, યાસીન વકાર કમરૂદીનભાઈ ઢાંકવાલા, મંગળ પોલાભાઈ મેવાડા, વિજય મનસુખભાઈ ગુજરીયા, ઇલ્યાસ હાજીભાઈ સમા, કલ્પેશ સવજીભાઈ સોલંકી, રમેશ ઉકાભાઇ વાધેલાને રોકડા રૂપિયા 27,270/ના મુદ્દામાલ સાથે ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુ તપાસ માટેના ચક્રો ગતિમાન કર્યા હતા.