સુરતમાં મૃતદેહને તારથી બાંધી કોથળામાં ભરી સંતાડી દીધી, ૧૭ વર્ષ પછી આરોપી ઝડપાયો..

  • 9:10 pm July 31, 2023
સુનિલ ગાંજાવાલા | સુરત

 

સુરત,

વર્ષ 2006 માં ઉમરા પોલીસ મથકની હદમાં થયેલી હત્યા કેસમાં છેલ્લા 17 વર્ષથી ફરાર આરોપીની સુરત ક્રાઈમ બ્રાન્ચે આંધ્રપ્રદેશ ખાતેથી ધરપકડ કરી આગળની તપાસ ઉમરા પોલીસને સોંપી છે. આરોપીઓ અને મૃતક વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો હતો. જે ઝઘડાની અદાવતમાં આરોપીઓએ મૃતકના ઘરે જઈ ઢીક- મુક્કીનો માર મારી મોતને ઘાટ ઉતારી લાશને તારથી બાંધી કોથળામાં ભરી દેવામાં આવી હતી.જે લાશને અલઠાણ ખાતે આવેલી ડાઇગ મિલની દીવાલ પાછળ સંતાડી દેવાઈ હતી.ર્ષ 2006 માં સુરતના ઉમરા વિસ્તારમાં સામાન્ય ઝઘડાની અદાવતમાં યુવકની હત્યા કરી લાશને તાર વડે બાંધી કોથળામાં ભર્યા બાદ અલથાણ ખાતે કરી ફરાર થઈ ગયેલા આરોપીની આંધ્રપ્રદેશ ખાતેથી છેલ્લા 17 વર્ષ બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. બનાવની વિગત જોવા જઈએ તો ઉમરા પોલીસ મથકમાં વર્ષ 2006 માં હત્યાનો ગુનો નોંધાયો હતો. આરોપી શત્રુઘ્ન ઉર્ફે ખંડી હરિહર ગૌડ દ્વારા પોતાના હમ વતની મિત્રો નરેશ શેટ્ટી, અસુલ ગૌડ, કાલીયા ગૌડ,બાપી ગૌડ સાથે બમરોલી ખાતે આવેલી ઝૂંપડપટ્ટી માં રહેતા હતા. પંચશીલ નગર ખાતે આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેતા આ આરોપીઓની માન દરવાજા વિસ્તારના બુદ્ધિરામ શેટ્ટી જોડે કોઈક કારણોસર સામાન્ય ઝઘડો થયો હતો. જે ઝઘડા ની અદાવતમાં તમામ આરોપીઓ બુદ્ધિરામના ઘરે ગયા હતા. જ્યાં તમામ આરોપીઓએ ભેગા મળી બુદ્ધિરામ ઉપર હુમલો કરી દીધો હતો.બુદ્ધિરામને ઢીક મુક્કીનો માર મારી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. જે બાદ લાશની ઓળખ ન થાય તે માટે તાર વડે લાશને બાંધી કંતાનના કોથળામાં ભરી દેવામાં આવી હતી. જે કોથળાને અલથાણ ખાતે આવેલી મનહર ડાઈન મીલની દીવાલ પાસે સંતાડી દેવામાં આવી હતી. પરંતુ બીજા દિવસે લાશ પોલીસને મળી આવતા સમગ્ર હત્યાનો મામલો સામે આવ્યો હતો. જોકે હત્યાકાંડ બાદ ચારેય આરોપીઓ પોતાના વતન ભાગી છુટ્યા હતા. જેથી આરોપીઓ વિરોધ સુરત કોર્ટ દ્વારા સીઆરપીસી 70 મુજબ ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું.બુદ્ધિરામને ઢીક મુક્કીનો માર મારી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. જે બાદ લાશની ઓળખ ન થાય તે માટે તાર વડે લાશને બાંધી કંતાનના કોથળામાં ભરી દેવામાં આવી હતી. જે કોથળાને અલથાણ ખાતે આવેલી મનહર ડાઈન મીલની દીવાલ પાસે સંતાડી દેવામાં આવી હતી. પરંતુ બીજા દિવસે લાશ પોલીસને મળી આવતા સમગ્ર હત્યાનો મામલો સામે આવ્યો હતો. જોકે હત્યાકાંડ બાદ ચારેય આરોપીઓ પોતાના વતન ભાગી છુટ્યા હતા. જેથી આરોપીઓ વિરોધ સુરત કોર્ટ દ્વારા સીઆરપીસી 70 મુજબ ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું.ગંભીર પ્રકારના આ ગુનામાં આરોપીઓ પોતાની ધરપકડથી બચવા ભાગતા ફરતા ફરી રહ્યા હતા. દરમિયાન સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે મળેલી બાતમીના આધારે આંધ્રપ્રદેશના કોનડાયપલમ ગામ અને તેની આજુબાજુના ગામોના વિસ્તારમાં આવેલા ૩૦ જેટલા કવોરીઓમાં તપાસ કરી હતી. જે તપાસ દરમિયાન ક્રિષ્ના ક્વોરીમાંથી આરોપી શત્રુઘ્ન ઉર્ફે ખંડી ગૌડને ઝડપી પાડ્યો હતો.આમ હત્યાના ગુનામાં છેલ્લા 17 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં સુરત ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી હતી. જે આરોપીની ધરપકડ કરી કબજો ઉમરા પોલીસને સોંપવામાં આવ્યો છે.જ્યાં આગળની તપાસ ઉમરા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.