ભાવનગર-ગાંધીગ્રામ દૈનિક સમર સ્પેશિયલ ટ્રેનની ટ્રીપ આગામી 90 દિવસ માટે લંબાવવામાં આવી..

  • 9:18 pm July 31, 2023

 

- ફાઇલ તસવીર

ભાવનગર,

મુસાફરોની સુવિધા માટે અને ટ્રેનોમાં વધારાનો ધસારો ઘટાડવા પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર-ગાંધીગ્રામ વચ્ચે વિશેષ ભાડા પર દરરોજ સમર સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે.  ભાવનગર રેલવે ડિવિઝનના સિનીયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદના જણાવ્યા અનુસાર, પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર – ગાંધીગ્રામ - ભાવનગર દૈનિક સમર સ્પેશિયલ ટ્રેન (09216/09215)ને 01 ઑગસ્ટ 2023થી આગામી 90 દિવસ માટે લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભાવનગર - ગાંધીગ્રામ દૈનિક સમર સ્પેશિયલ ટ્રેન (09216) ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી દરરોજ 17.00 કલાકે ઉપડે છે અને 21.40 કલાકે ગાંધીગ્રામ સ્ટેશન પહોંચે છે.  તેવી જ રીતે, વળતી દિશામાં, ગાંધીગ્રામ-ભાવનગર દૈનિક સમર સ્પેશિયલ ટ્રેન (09215) ગાંધીગ્રામ સ્ટેશનથી દરરોજ 06.35 કલાકે ઉપડે છે અને ભાવનગર ટર્મિનસ 11.15 કલાકે પહોંચે છે.  આ ટ્રેન બંને દિશામાં ભાવનગર પરા, સિહોર, ધોળા, બોટાદ, ધંધુકા, ધોળકા, સરખેજ અને વસ્ત્રાપુર સ્ટેશનો પર ઉભી રહે છે.