"મારૂ રાધનપુર હરિયાળુ રાધનપુર" કાર્યક્રમનો શુભારંભ; 2000 વૃક્ષ વાવીને ઉછેરવાનો સંકલ્પ લઇ શરૂઆત કરાઈ

  • 8:21 pm August 1, 2023
અનિલ રામાનુજ | રાધનપુર

 

પાટણ,

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે સર્વોદય આરોગ્ય નિધિ દ્રારા સદભાવના સેવા ફાઉન્ડેશન રાજકોટના સહયોગથી પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ અંતર્ગત વૃક્ષોનું વાવેતર કરવાનું કામ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં "મારૂ રાધનપુર હરિયાળુ રાધનપુર" કાર્યક્રમ નો શુભારંભ કરવામાં આવ્યો હતો. રાધનપુર 2000 વૃક્ષ વાવી ને ઉછેરવાનો સંકલ્પ લઇ શરૂઆત કરવામાં આવી હતી.

રાધનપુર ખાતે આવેલ બનેશ્વર મહાદેવ મંદિરે સ્વ. શ્યામસુંદર દાદા ની સ્મૃતિ માં સર્વોદય આરોગ્ય નિધિ દ્રારા સદભાવના સેવા ફાઉન્ડેશન રાજકોટ ના સહયોગ થી પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ અંતર્ગત "મારૂ રાધનપુર હરિયાળુ રાધનપુર" કાર્યક્રમ નો શુભારંભ કર્યો હતો. આજના કાર્યક્રમ મા 2000 વૃક્ષ વાવી ને ઉછેરવાનો સંકલ્પ લઇ શરૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમ માં સર્વોદય ટ્રસ્ટી રાયચંદદાદા, ડૉ. અંબાલાલ,  કાર્યક્રમ ના સંયોજક  તરીકે જીવદયા અનુકંપા અભિયાન ના પ્રહલાદ તન્ના, રાજુભાઈ અખાણી દ્વારા સારી એવું જહેમત ઉઠાવી કામગીરી કરી હતી. આજના કાર્યક્રમ માં ડૉ. મહેશ મુલાણી, રામ સેવા સમિતિ ના પ્રકાશ દક્ષિણી, કાનજીભાઈ ચૌધરી, પરાસાર હલાણી,પ્રવીણભાઈ ખાદી, ગ્રીન ગ્લોબલ ના મહેશ રાઠોડ, ચિરાગ રાવલ, ચુનીભાઇ, નટુભાઈ ઠક્કર, સર્વોદય ના મોમજીભાઈ, દાનાભાઇ તથા સમગ્ર સ્ટાફ હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.