વારાહીનાં સાદપુરા પાટિયા પાસે તેલ ભરેલ કન્ટેનર પલટી મારતાં લોકોની તેલ લેવા માટે પડાપડી

  • 8:29 pm August 1, 2023
અનિલ રામાનુજ | રાધનપુર

 

પાટણ,

પાટણ જિલ્લાના વારાહી સાદપુરા પાટિયા નજીક નો બનાવ આવ્યો સામે જેમાં તેલ ભરેલ કન્ટેનર પલટી મારતાં લોકોની તેલ લેવા માટે પડાપડી નાં દ્રશ્યો સર્જાયા હતા. પાટણ નાં વારાહી નાં સાદપુરા પાટિયા પાસેનો બનાવ છે જ્યાં કન્ટેનર પલટી મારી જતાં લોકોની તેલ લેવા માટે પડાપડી જોવા મળી હતી.

વારાહી રાધનપુર રોડ ઉપર સાદપુરા પાટિયા પાસે તેલ ભરેલ કન્ટેનર પલટી મારી ગયું હતું. જે કન્ટેનર જગાણાથી એરંડાનું તેલ ભરી મુન્દ્રા જઈ રહેલું કન્ટેનર વારાહીના સાદપુરા પાટિયા પાસે રાત્રિના સમયે પલટી મારી જતા લોકોએ તેલ લેવા માટે પડાપડી કરી હતી. કન્ટેનરની અંદર પ્લાસ્ટિકનો ફુગ્ગો બનાવી તેમાં તેલ ભરી મુન્દ્રા જઈ રહ્યું હતું કન્ટેનર ત્યારે રાધનપુર થી વારાહી રોડ પર આવેલ સાદપૂરા પાટિયા નજીક અગમ્ય કારણોસર કન્ટેનર પલટી મારી જતાં પાણીની જેમ તેલ રસ્તા પર વહી રહ્યું હતું. જે દરમિયાન લોકોની તેલ લેવા માટે ભીડ જામી હતી.તો ઘટના ની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.