મહીસાગર જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ટીબી ફોરમ અને ડિસ્ટ્રિક્ટ વાઇરલ હીપેટાઈટીસ કંટ્રોલ યુનિટની બેઠક યોજાઇ
- 8:41 pm August 1, 2023
મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરી સભાખંડ ખાતે કલેક્ટર ભાવિન પંડયાના અધ્યક્ષસ્થાને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ક્ષય અધિકારી ડો. ડી ડી ચૌહાણ દ્વારા ડિસ્ટ્રિક્ટ ટીબી ફોરમ અને હિપેટાઈટીસના કેસોમાં ઉતરોતર નોંધાતા વાઈરલ હિપેટાઈટીસ સામેની દેશની લડાઈની પ્રગતિ અને એચિવમેન્ટ અંતર્ગત ડિસ્ટ્રિક્ટ વાઇરલ હીપેટાઈટીસ કંટ્રોલ યુનિટની પ્રથમ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો સી. આર પટેલિયા, લુણાવાડા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના આરએમઓ ડો. જે. કે. પટેલ, ઇએમઓ ડો એન એસ ગોસાઇ, તમામ તાલુકા આરોગ્ય અધિકારી, ડીપીસી એનટીઇપી ડો. શ્વેતા પંચાલ અને જિલ્લા ક્ષય કેન્દ્રના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ડિસ્ટ્રિક્ટ ટીબી ફોરમ બેઠક માં રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન પ્રોગ્રામ અંતર્ગત મહીસાગર જિલ્લામાં વર્ષ ૨૦૨૩માં જાન્યુઆરી થી જૂન-૨૦૨૩ અંતીત થયેલ કામગીરી અને વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઇઝેશન ડબલ્યુ એચ ઓ કન્સલ્ટન્ટ ડો. હાર્દિક નકશીવાલા દ્વારા ટીબી મુક્ત પંચાયતની વિગતવાર ચર્ચા કરવામાં આવી જેમાં પંચાયતી રાજ સંસ્થાઓમાં વિકાસના લક્ષ્યો હાંસલ કરવા સ્વસ્થ ગામોની કલ્પના કરવામાં આવે છે જેમાં મહીસાગર જિલ્લાના ૨૦ ગામો નોંધાયા છે જિલ્લા ટીમ દ્વારા “ટીબી મુક્ત પંચાયત” ના દાવાઓની ચકાસણી કરી જે પંચાયત સૂચકાંકોમાં ઉતીર્ણ થશે ટીબી મુક્ત પંચાયત જાહેર કરવામાં આવશે તેમ જણાવાયું હતું. ડિસ્ટ્રિક્ટ વાઇરલ હીપેટાઈટીસ કંટ્રોલ યુનિટ ની બેઠક અંતર્ગત જિલ્લા તમામ ડીએચ, એસડીએચ, પીએચસી, સીએચસી, બ્લડ બેન્ક, ડાયાલીસીસ સેન્ટર ખાતે હીપેટાઈટીસ માટે લોહી પરીક્ષણ અને પોજીટીવ દર્દીને વાયરલ લોડ કરી, તમામ લાભાર્થી દર્દીઓને જરૂરી સારવાર મળે. હેલ્થકેર વર્કર માટે હીપેટાઈટીસ-બી ની રસી, હીપેટાઈટીસ-બી પોજિટિવ માતાથી જન્મેલા નવજાતને જન્મના ૪૮ કલાક માં હીપેટાઈટીસ-બી ની રસી, હીપેટાઈટીસ-બી એચબીઆઈજીનો જન્મડોઝ ૧૦૦% મળે તેમજ સમાજમાં એઇડ્સ અને હીપેટાઈટીસ જેવી બીમારીની જનજાગૃતિ બાબતે પ્રિવેન્સન લક્ષી કામગીરી થાય જે અંગે જિલ્લા સબ નોડલ અધિકારી ડો. ડી.ડી.ચૌહાણ, દ્વારા જરૂરી સૂચન આપવામાં આવ્યા હતા.