પાટણ સરકારી કન્યા શાળા ખાતે નારી વંદના કાર્યક્રમની ઉજવણીમાં કિશોરીઓ માટે આંખોનો નિદાન કેમ્પ યોજાયો
- 8:43 pm August 1, 2023
પાટણ,
પાટણ ખાતે આવેલ સરકારી કે.કે.ગર્લસ કન્યા શાળા ખાતે નારી વંદના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કિશોરીઓમાં ન્યુટ્રીશન, હિમોગ્લોબીનની ઉણપ, પર્સનલ સ્વછતા, આર્યનફોલીક એસીડની ગોળી વિશે સમજ તેમજ વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. સ્વ.ર્ડા. ડાહયાભાઇ પટેલ તરફથી આંખોનો નિદાન કેમ્પ અને દવાઓ આપવામાં આવી. આ પ્રસંગે સી.ડી.એચ.ઓ. દ્રારા સેનેટરી નેપકીન મશીન, સેનેટરી પેડ અને આઇ ડ્રોપ્સ સરકારી કે.કે.ગર્લ કન્યા શાળાને અર્પણ કરવામાં આવ્યું હતુ.
આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.વિષ્ણુભાઇ પટેલ, પ્રિન્સીપાલ ર્ડા.દિનેશભાઇ પ્રજાપતિ, મુકેશભાઇ દેસાઇ રિલાયન્સ ફાઉન્ડેશન, ડીપીસી ધારાબેન પટેલ, રમીલાબેન રાઠોડ, આર.બી.એસ.કે ટીમ અન્ય મહાનુભાવો શાળા પરિવાર તેમજ મોટી સંખ્યામાં શાળાની કિશોરીઓ હાજર રહ્યા હતા.