નારી વંદન ઉત્સવ’ની ઉજવણીના ભાગરૂપે ઇડરના જાદર ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઇ
- 8:45 pm August 1, 2023
સાબરકાંઠા જિલ્લામાં નારી વંદન ઉત્સવની સાપ્તાહિક ઉજવણી અંતર્ગત પ્રથમ દિવસે ‘મહિલા સુરક્ષા દિવસ’ ની ઉજવણી કરવામાં આવી હતી. જેની ભાગરૂપે મહિલા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ રેલીને જિલ્લા કલેક્ટર નૈમેષ દવે અને જિલ્લા પોલીસવડા વિજય પટેલે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલીની શરૂઆત એસપી ઓફિસથી થઈ ટાવર રોડ, જૂના બજાર ખાડીયા વિસ્તાર, જિલ્લા સેવા સદન સુધી પ્લેકાર્ડ, બેનર્સ, સુત્રોચ્ચાર, નારા લગાવીને મહિલા જાગૃતિ સંદેશ પ્રસરાવ્યો હતો.
આ ઉપરાંત “નારી વંદન” નિમિત્તે ઇડરના જાદર ખાતે મહિલા અને બાળ અધિકારી નીતાબેન ગામીની અધ્યક્ષતામાં મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહિલા અને બાળ અધિકારી નીતાબેન ગામીએ જણાવ્યું હતુ કે દેશમાં નારીનું આગવુ મહત્વ છે. વર્તમાન સમયમાં નારી આત્મનિર્ભળ બની છે. નારીની સલામતી સચવાય તે આપણા સૌની સહિયારી જવાબદારી છે. મહિલા સલામત થઈ આત્મનિર્ભળ બને તે માટે સરકાર દ્વારા અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી છે.આ ઉપરાંત મહિલાઓ માટે અમલી યોજનાઓની વિગતે માહિતી આપી હતી. જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી સુનિલભાઇ સોરઠિયા દ્વારા ઘરેલુ હિંસા સેમિનાર ૨૦૦૫ની વિસ્તારે માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં કાયદાકીય જાગૃતિ, સાયબર ગુનો, શી ટીમ તથા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન એપ્લિકેશનનું ડેમો, માટે વિસ્તારે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. તેમજ કાર્યક્રમ દરમિયાન મહિલા સુરક્ષા થીમ ઉપર નાટક રજૂ કરવામાં આવ્યું હતું.