શહેરાના લાભી ગામે ઝાડીં ઝાખરામા રમાતા જુગારધામ પર દરોડા પાડી ત્રણ જુગારીઓને ઝડપી પાડયા

  • 8:46 pm August 1, 2023
આફતાબ શેખ | પંચમહાલ

 

- પ્રતિકાત્મક તસવીર 

પંચમહાલ,

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના લાભી ગામે પાનમ હાઈલેવલ કેનાલ પાસે રમાતા પાના પત્તાના જુગારધામ પર પોલીસ દ્વારા રેડ પાડવામા આવતા જુગારીઓમા નાસભાગ મચી જવા પામી હતી. જેમા પોલીસે જુગાર સ્થળ પરથી ત્રણ ઈસમો ઝડપી પાડી 3970 રુપિયાનો મુદ્દામાલ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામી હતી.

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના લાભી ગામે પાનમ હાઈલેવલ કેનાલની આવેલી સીમમાં જુગાર ધમધમતો હોઈ શહેરા પોલીસની ટીમને બાતમી મળી હતી. આથી પોલીસે લાભી ગામે જઈને બાતમી વાળી જગ્યાએ રેડ પાડવા પહોચ્યા હતા.ત્યા જોતા કેટલાક ઈસમો કુડાળુ વળીને પાના પત્તાનો જુગાર રમતા હતા. પોલીસની રેડ જોઈને તેઓ નાસવા જતા પોલીસે ત્રણ ઈસમોને ઝડપી લીધા હતા. પોલીસે જુગારવાળી જગ્યાએ તપાસ હાથ ધરતા પાના પત્તા અને ચલણી નોટો વેરણછેરણ મળી આવી હતી. શહેરા પોલીસ પકડાયેલા આરોપીઓમા વિજયભાઈ શનાભાઈ ખાંટ, સુરેશભાઈ અર્જુનભાઈ પગી, ભારતભાઈ સ્વરુપભાઈ પગીની અટકાયત કરી હતી. શહેરા પોલીસ સ્ટેશન ખાતે લાવીને 3970 રુપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.