વીરપુરથી ધોરાવાડા મુખ્ય માર્ગ પર જમાલપુર પાણી પુરવઠા હેડવર્ક્સ પાસે રેલિંગ તુટી જવાથી દુર્ઘટના સર્જાવાની‌ ભીતિ

  • 8:51 pm August 1, 2023
ભીખાભાઈ ખાંટ | મહીસાગર

 

મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ધોરાવાડા પાંખીયાથી સુજલામ સુફલામ કેનાલના પુલથી ડિવાઈન વિદ્યા સંકુલ સુધી રસ્તાની આજુબાજુ લોખંડની સુરક્ષા રેલીગ છે. પરંતુ હાલ કેટલીક જગ્યાએ રેલિગ તુટી જવાથી સાઈડો ખુલ્લી થઇ જતા અકસ્માત થવાની સંભાવના છે. ત્યારે પુલની સાઈડ઼ો ખુલ્લી થઈ જવાથી ડામર રસ્તાની સાઈડો વરસાદી પાણીથી તૂટી જતા રાત્રીના અંધકારમાં વાહનો આ ખીણમાં ખાબકે અને મોટી દુર્ઘટના બને તો‌ પણ નવાઈ નઈ. સુરક્ષા રેલિંગથી પુલથી નીચે આશરે સો ફૂટની ખીણમાં વાહન ખાબકે તો મોટી દુર્ઘટના સર્જાઈ તેવી ભીતિ સેવાઈ રહી છે. ત્યારે વહીવટી તંત્ર આ બાબતથી અજાણ હશે કે પછી આંખ આગળ આડા કાન કરે છે! કે પછી મોટી દુર્ઘટના ઘટવાની રાહ જોવાઈ રહી છે! તેવા અનેક સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે.