હળવદની શ્રીજી નગર સોસાયટીમાં પાયાની સવલતો પૂરી પાડવા ચીફ ઓફિસરને રજૂઆત કરાઇ
- 8:54 pm August 1, 2023
હળવદની સાંદીપની સ્કુલ પાછળ આવેલ શ્રીજી નગર સોસાયટીમાં ૩૦૦ કરતા વધુ વસ્તી ધરાવતો વિસ્તાર છે આ વિસ્તારમાં ઘણા સમયથી જીવન જરૂરીયાતની પાયાની સવલતો વ્યવસ્થિત રીતે પુરી પાડવામાં અભાવ જોવા મળે છે જેમકે પાણી ૪ કે ૫ દિવસે કયારેક આવે છે, અમુક શેરીના ઘરમાં આવે તો અમુકમાં નથી આવતા અને જે આવે તે પણ ધીમુ આવે છે અને અમુક છેલ્લા ઘરોમાંતો પાછી નળમાંથી કયારે આવશે તેની રાહ જોઈ બેઠા છે. આમ પાણીની આવી બહુજ અનિયમતા સર્જાય છે જયારે મોટાભાગની સ્ટ્રીટ લાઈટ પણ આ સૌસાયટીમાં છે. બંધ હાલતમાં જોવા મળે છે જે પણ ખાલી નાની એવી રીપેરીંગની તસ્તીને કારણે. તેમજ સોસાયટીમાં જ ગટરો આવેલ છે તે બધી બ્લોક થઈ ગયેલ છે. અને અમુ જગ્યાએ તો ગટરનુ પાણી ઉભરાઈને ખુબ જ દુર્ગંધ મારે છે જેથી દુર્ગંધ તથા મચ્છરથી ત્યાં રહેવુ પણ ખુબ જ મુશ્કેલ બની જાય છે. અને અમુક મેઈન રસ્તાઓ આ ગટર બનવાને કારણે તુટી ગયેલ છે જે આજ સુધી કોઈપણ જાતનુ રીપેરીંગ કરેલ નથી. અને હાલ આ ચોમાસામાં તો આ રોડના ખાડાઓમાં અનેક વાહનચાલકો અને રાહદારીઓ પડવાના બનાવ બનેલ છે અને સફાઈકામદાર તેમજ કચરો ઉપાડનાર વાહન તો આ સોસયટીના રહીસોએ કદી જોયા જ નથી જેથી હળવદ ચીફ ઓફિસર સ્થળ પર આવી સમસ્યાનો હલ લાવે તેવી શ્રીજી નગરના રહીશોએ રજૂઆત કરી હતી.