હળવદમાંથી 58,000ના મુદ્દામાલ સાથે જુગાર રમતા આઠ જુગારી ઝડપાયા
- 8:55 pm August 1, 2023
અમિત વિંધાણી, હળવદ
આ બનાવ અંગેની જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહે૨ના રબારીવાસમા પ્રતાપભાઇ પ્રભુભાઇ રબારી ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર નાલ ઉઘરાવી જુગાર રમાડતા હોય જે બાતમીના આધારે રબારીવાસમાં રહેણાંક મકાનમાં રેઇડ કરીને જુગાર રમતા પ્રતાપભાઇ પ્રભુભાઇ કલોતરા, પ્રદિપભાઇ ગોકળભાઇબાર, અજીતભાઇ સોમાભાઇ ગોહિલ, દેવજીભાઇ કેશવજીભાઇ અધારા, રણજીતભાઇ વિરમભાઇ ખેર, નટુભાઇ અમરશીભાઇ નારીયાણી, જંયતિભાઇ મોહનભાઇ સોનગ્રા, હરેશભાઇ ખીમજીભાઇ ચાડમીયાને રોકડા રૂ. ૫૮ હજારનો મુદામાલ સાથે ઝડપી લીધા હતા.આ રેડમા મોરબી એલ.સી.બી.ના ચંદુભાઇ કાણોતરા તેજસ વિડજા, દશરથસિંહ પરમાર, ભરતભાઇ જીલરીયા જોડાયા હતા.