અરવલ્લી જિલ્લા તરીકે પ્રથમ પોલીસવડા તરીકે IPS સેફાલી બારવાલે સાથે સુકાનીપદ સંભાળ્યું

  • 8:58 pm August 1, 2023
વૈભવ રાઠોડ | અરવલ્લી

 

અરવલ્લી,

રાજ્ય સરકાર દ્વારા 70 આઈપીએસની ભરતી અને બદલી કરવામાં આવી હતી જેને લઈને અરવલ્લી જિલ્લાના એસપી સંજય ખરાબીની બઢતી સાથે ગાંધીનગર ખાતે સીઆઇડી માં બદલી થતાં તેમના સ્થાને મંગળવારના રોજ ગાંધીનગર સ્ટેટ ટ્રાફિક વિભાગ-1 માંથી બદલી થઈને આવેલ અરવલ્લી જિલ્લાના પ્રથમ મહિલા પોલીસ વડા શૈફાલી બારવાલે ચાર્જ સંભાળ્યો હતો. અરવલ્લી જિલ્લાના નવીન મહિલા પોલીસવડાએ સુકાનીપદ સંભાળતા પહેલા યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શામળીયાને શીશ ઝુકાવીને આશીર્વાદ લીધા હતા. અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે સહિત જિલ્લાના ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઇ તેમજ પોલીસ અધિકારીઓએ ફૂલછડી આપીને સ્વાગત કર્યું હતું. અરવલ્લી જિલ્લાના પ્રથમ મહિલા પોલીસવડા તરીકે  શૈફાલી બારવાલે  ગાર્ડ ઓફ ઓનર સાથે અરવલ્લી જિલ્લાના પોલીસ અધિક્ષક તરીકે સુકાની સંભાળ્યું હતું અને જણાવ્યું હતું કે અરવલ્લી જિલ્લા બોર્ડર વિસ્તાર હોવાથી પ્રોહિબિશન મામલે પ્રાથમિકતા દર્શાવી મહત્વનુ નિવેદન આપ્યું હતું.