મહીસાગર જિલ્લાના પોલીસ વડા જયદીપસિંહ જાડેજાએ ચાર્જ સાંભળ્યો
- 8:59 pm August 1, 2023
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 65 સિનિયર IPS સહિત 70 પોલીસ અધિકારીની બદલી કરવામાં આવી હતી. જેમાં મહીસાગર જિલ્લાના પોલીસ વડાની બદલી કરવામાં આવી હતી. મહિસાગર જિલ્લાના તત્કાલીન પોલીસ અધિક્ષક આર.પી. બારોટ DCP ઝોન-2 સુરત મુકવામાં આવ્યા હતા. ત્યારે ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ ઝોન-2 અમદાવાદના જયદીપસિંહ જાડેજાને મહીસાગર જિલ્લા પોલીસ વડા તરીકે મુકવામાં આવતા જેઓ દ્વારા આજે વિધિવત ચાર્જ સાંભળવામાં આવ્યો હતો.આજે મહીસાગર જિલ્લા પોલીસ વડા તરીકે જયદીપસિંહ જાડેજાએ ચાર્જ સાંભળતા જિલ્લા પોલીસે ગાર્ડ ઓફ ઓનરનું માન આપવામાં આવ્યું હતું. ત્યારે નવા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાએ ચાર્જ સાંભળ્યો છે. આ પ્રસંગે મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે વિવિધ ડી વાય એસ પી, પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ જવાનો ઉપસ્થિત રહી તેમનું સ્વાગત કર્યું હતું.