ભરૂચના આઈપીએસ ડો.લીના પાટીલની વડોદરા ખાતે ડીસીપી બઢતી સાથે બદલી..

  • 9:04 pm August 1, 2023
રિઝવાન સોડાવાલા | ભરૂચ

 

ભરૂચ,

ભરૂચની પવિત્ર ભૂમિ ઉપર 16 મહિના એસપી ડો. લીના પાટીલે કરેલી કામગીરીમાં એક પણ કેસ અનડીટેક્ટ નહીં..

ભરૂચમાં એસપી જ્ઞાનેન્દ્રસિંહ મલિક જેવી જ કામગીરી ભરૂચમાં હાલ એસપી ડો. લીના પાટીલે કરી અને તેમનું થયું પ્રમોશન..

ભરૂચ ડોક્ટર લીના પાટીલે માત્ર 16 મહિનામાં જ ડ્રગ્સની ફેક્ટરી લુટ, છેતરપિંડી, વિદેશી દારૂની ફેક્ટરીઓ, હત્યા જેવા અનેક ભેદ ઉકેલ નાખ્યા..

ભરૂચ જિલ્લાની પવિત્ર ભૂમિ એટલે ભૃગુઋષિની તપોભૂમિ અને નર્મદા નગરી એટલે કે જેના દર્શન માત્રથી પાપ મુક્ત થવાય તેવી પવિત્ર નર્મદા નદી ભરૂચની ભૃગુ નગરી અને આ નગરીમાં અનેક અધિકારીઓએ પોતાની કામગીરી નિષ્ઠાપૂર્વક નિભાવી છે અને તેનું ફળ પણ મળ્યું છે આવી જ રીતે ભરૂચમાં હાલના એસપી અને વડોદરા ખાતે ડીસીપી તરીકે બદલી થયેલા ડો. લીના પાટીલ કે જેઓની કામગીરી માત્ર ઉચ્ચ કક્ષાએ નહીં પરંતુ ભરૂચવાસીઓએ પણ નોધ લીધી છે અને પ્રથમ મહિલા આઈપીએસ ભરૂચવાસીઓમાં એક શ્રેષ્ઠ અધિકારી તરીકે છાપ મૂકી વિદાય લઇ રહેલા એસપીની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા

ભરૂચ જિલ્લામાં નવા એસપી તરીકે 4 એપ્રિલ 2022ના રોજ ડોક્ટર લીના પાટીલએ ચાર્જ લીધો હતો અને તેમનો પ્રથમ દિવસથી તેઓએ ભરૂચ જિલ્લાને ક્રાઈમ મુક્ત કરવાનો સંકલ્પ કર્યો હતો પ્રથમ દિવસથી જ ભરૂચ જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં વર્ષોથી ફરજ પર રહેલા પોલીસ અધિકારીઓની બદલી કરી અને ભરૂચ જિલ્લામાં દારૂ બુટલેગરો કેવી રીતે ઘુસાડી રહ્યા છે તેની બોર્ડર ઉપર સ્થળ નિરીક્ષણ કર્યું અને 4 ચેકપોસ્ટ ઉભી કરી અને દારૂ પ્રત્યે કડકાઇથી અમલ કરાવવા અંગે પોલીસ અધિકારીઓને સૂચન કર્યું હતું

ભરૂચમાં એસપી તરીકે ફરજ નિભાવનાર અને તાજેતરમાં જ ડીસીપી તરીકે બઢતી સાથે વડોદરામાં નિમણૂક પામેલા ડો. લીના પાટીલે ભરૂચ જિલ્લામાંથી નશાના કારોબારનો પડદાફાસ કર્યો હતો અને પાનોલી ખાતેથી એમડી ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડી હતી 1300 કરોડ ઉપરાંતનો જથ્થો ઝડપી પાડી સમગ્ર ગુજરાતને હચમચાવી મૂક્યું હતું અને તેમાં કોરોના કારમાં આર્થિક પરિસ્થિતિના કારણે ડ્રગ્સનું ઉત્પાદન ફેક્ટરીમાં થતું હોવાનો પડદાફાસ કર્યો હતો તદ ઉપરાંત ભરૂચ જિલ્લામાં મોટા ક્રાઈમના ભેદ ઉકેલવામાં સફળ રહ્યા છે જેમાં બે મહત્વના કે જેમાં ફરિયાદી જ આરોપી નીકળ્યા હતા એક મકતમપુર નજીક આડેધડ ફાયરિંગ કરી હત્યાના પ્રયાસમાં ફરિયાદી ઇજાગ્રસ્તના પુત્રની જ અટકાયત કરી હત્યાના પ્રયાસનો ભેદ ઉકેલાયો હતો અને અંકલેશ્વર ખાતે આંગડિયા પેઢીના કર્મચારી સાથે લૂંટ થઈ હોવાની ફરિયાદમાં ફરિયાદીએ જ આર્થિક સંકડામણના કારણે 45 લાખ રૂપિયા સંતાડી પોલીસને ગેરમાર્ગે દોરી દેવું પતાવવાના ઇરાદામાં રહેલો ફરિયાદી જ આરોપી બન્યો હતો અને ઝઘડિયામાં પોતાના જ દીકરાની પોતાના પ્રેમી દિયર સાથે મળી હત્યા કરાવનાર માતા અને પ્રેમી દિયરની ધડપકડ પણ પોલીસે કરી હતી તદ ઉપરાંત અંકલેશ્વર ખાતે પણ એક ગંભીર પ્રકારની ફિલ્મી ઢબે બેંકમાં લૂંટ ચાલી હતી જેમાં લુટારૂ ટોળકી અને પોલીસની સામે ફિલ્મી ઢબે ફાયરિંગ થયું હતું જેમાં એલસીબી પીઆઇ કે.ડી મંડોરાએ પણ સામે ફાયરિંગ કર્યું હતું અને એક લુટારૂને ઝડપી પાડતા સમગ્ર લુટનો ભેદ પણ ઉકેલાઈ ગયો હતો આઈપીએસ ડો. લીના પાટીલની સુચના અને માર્ગદર્શન મુજબ રાત દિવસ અંકલેશ્વરની જે બેંકમાં લૂંટની ઘટના બની હતી તેની આસપાસના સમગ્ર વિસ્તારને ખુદી નાખી સ્લમ વિસ્તારમાંથી માત્ર ગણતરીના 48 કલાકમાં જ લૂંટારૂ ટોળકીને ઝડપી પાડી લૂંટનો ભેદ ઉકેલ નાખ્યો હતો

ડોક્ટર લીના પાટીલે માત્ર ગેરકાનૂની પ્રવૃત્તિ કરનારાઓ ઉપર શકંજો ચીંધ્યો હતો. પરંતુ તેઓએ સાથે સાથે ભરૂચ જિલ્લાના પોલીસ વિભાગની પણ ચિંતા કરી હતી. માં જગદંબાની આરાધનો પર્વ આંસો નવરાત્રીમાં પોલીસ વિભાગના અધિકારીઓ ફરજ ઉપર હોય છે પરંતુ તેમના સંતાનો પણ આસો નવરાત્રીમાં માં જગદંબાની આરાધનાથી વંચિત ન રહી જાય તે માટે સૌપ્રથમ ભરૂચ જિલ્લામાં પશ્ચિમ વિસ્તારમાં પોલીસ હેડ ક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે ગરબાનું આયોજન કરાયું અને પોલીસ એ પ્રજાનો મિત્ર છે તે સાર્થક કરી એક જ ગરબા ગ્રાઉન્ડ ઉપર પોલીસ વિભાગના અધિકારીઓ સાથે એસપી ડોક્ટર લીના પાટીલે પણ ગરબાની રમઝટ બોલાવી ભરૂચવાસીઓમાં એક ચાહના મેળવી લીધી હતી અને પ્રથમ આઈપીસી કે જેણે માં જગદંબાની આરાધનાનું પર્વ આસો નવરાત્રિનું ગરબાનું આયોજન કર્યું હતું

ભરૂચ જિલ્લામાં એસપી ડોક્ટર લીના પાટીલની સુચના અને માર્ગદર્શન હેઠળ ભરૂચ એલસીબી અને એસઓજી પોલીસે પણ અનેક મોટા ગુનાઓનો ભેદ ઉકેલ્યો હતો. જેમ કે હિન્દી ફિલ્મ હેરાફેરીની જેમ જ એક ટોળકી નકલી નોટના બંડલ સાથે કેટલાક વેપારીઓ સાથે છેતરપિંડી કરતા હોય તેનો મોટો ભેદ ઉકેલ્યો હતો સાથે જ એસપી ડોક્ટર લીના પાટીલે પોતાના વિસ્તારમાં ક્રાઈમ રેટ ઉપર અંકુશ મેળવી શકાય તેવા પ્રયાસો કર્યા અને ભરૂચ જિલ્લામાં 9 તાલુકામાં વસતા પરપ્રાંતીઓથી માંડી તમામનું વેરિફિકેશન કરવા સાથે ભરૂચના વિવિધ વિસ્તારોમાં પણ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યો અને ભાડા કરાર વિના ભાડાના મકાનમાં રહેતા પરપ્રાંતિયોથી માંડી મકાન માલિકો સામે પણ જાહેરનામાના ભંગ સહિત વાહન ડીટેલ પ્રોહિબિશન સહિતના ગુનાઓ દાખલ કરી ભરૂચ જિલ્લાને ક્રાઈમ મુક્ત કરવાનો તમામ પ્રયાસો કર્યા હતા અને તેમાં તેઓ સફળ પણ થયા છે

એસપી ડો. લીના પાટીલની કામગીરીથી ગેરકાનૂની પ્રવૃત્તિ કરનારાઓમાં એક ભય ઊભો થઈ ગયો હતો અને ગુનાહિત પ્રવૃત્તિ કરનારા તત્વો અંકુશમાં આવી ગયા છે ડોક્ટર લીના પાટીલે અનેક સ્થળોએ મોડી રાત્રે પણ વિઝીટમાં નીકળતા હતા અને સ્થાનિક પોલીસને પણ આ બાબતે સતત રાખતા હતા જેના કારણે ભરૂચ જિલ્લામાં ક્રાઈમ અંકુશ ઉપર આવી ગયો છે જે રીતે પૂર્વ એસપી અને હાલ અમદાવાદના કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક ભરૂચમાં જે રીતે ફરજ નિભાવી ચૂક્યા હતા તેવી જ રીતે ભરૂચમાં જ ડો. લીના પાટીલે પણ પોતાની ફરજ નિભાવી છે અને એટલા માટે જ કહેવાય છે કે ભરૂચની પવિત્ર ભૂમિ ભૃગુ નગરી ડોક્ટર લીના પાટીલને ફળી છે કોઈપણ અધિકારી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવે તો તેનું ફળ અવશ્ય મળે છે અને આજે એસપી માંથી બઢતી સાથે ડીસીપી ડોક્ટર લીના પાટીલ વડોદરા ખાતે બદલી પામતા પ્રથમ વખત આઈપીએસનો અદભુત વિદાય સમારંભ યોજાયો હતો

ભરૂચ જિલ્લામાં 16 મહિના શ્રેષ્ઠ કામગીરી કરનારા એસપી તરીકે ડો. લીના પાટીલ નામના મેળવી ચૂક્યા છે તેઓના વિદાય સમારંભમાં અનેક રાજકીય આગેવાનો રાજકીય પક્ષના પ્રમુખ સંતો મહંતો વિવિધ સંસ્થાના આગેવાનો પત્રકાર મિત્રો સહિત લોકો જોડાયા હતા અને 16 મહિના ભરૂચમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા અને વિદાય લઇ રહેલા ડો. લીના પાટીલને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી વિદાય લઇ રહેલા એસપી અને વડોદરાના ડીસીપી ડો. લીના પાટીલની આંખોમાં પણ આંસુ જોવા મળ્યા હતા.