દેવકા ગામેથી એક પરપ્રાંતીય ઇસમ લાયસન્સ વગરની દેશી હાથ બનાવટની પિસ્ટલ સાથે ઝડપાયો
- 9:16 pm August 1, 2023
મૌલિક દોશી | અમરેલી
અમરેલી,
અમરેલી જિલ્લામાં ગંભિર પ્રકારના ગુન્હાઓ અટકાવવા તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે અન્વયે ગેરકાયેદસર હથિયાર ધરાવતા ઇસમો ઉપર વોચ રાખી, આવા આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ. પટેલની રાહબરી હેઠળ એલ.બી.ટીમ ગઇ કાલનાં રોજ રાજુલા તથા ડુંગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગ દરમિયાન બાતમી હકિકત આધારે દેવકા ગામેથી એક પરપ્રાંતીય ઇસમને દેશી હાથ બનાવટની પિસ્ટલ સાથે પકડી પાડેલ છે પિસ્ટલ સાથે પકડાયેલ ઇસમ વિરૂધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરી, આરોપી અને મુદ્દામાલ વધુ તપાસ અર્થે ડુંગર પોલીસ સ્ટેશનમાં સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.