બોટાદ જિલ્લા પોલીસ, મહિલા અને બાળ અધિકારીની કચેરી અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા મહિલા સુરક્ષા દિવસ નિમિત્તે રેલી યોજાઇ
- 9:16 pm August 1, 2023
બોટાદ,
રાજ્યનાં તમામ મહિલાઓ સામાજિક, આર્થિક સહિત તમામ રીતે સક્ષમ બને અને સમાજમાં મોભાનું સ્થાન મેળવે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા “નારી વંદન ઉત્સવૃ”ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેને અનુલક્ષીને બોટાદમાં તા. 01/08/2023ના રોજ મહિલા સુરક્ષા દિવસ સવારે 8 કલાકે મહિલા પોલીસ સ્ટેશન ખાતેથી દીન દયાળ ચોક સુધી મહિલા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
બોટાદ જિલ્લા પોલીસ, મહિલા અને બાળ અધિકારીની કચેરી, અને સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત મહિલા સુરક્ષા દિવસ નિમિત્તે શહેરના મુખ્ય માર્ગો પર રેલી યોજાઇ હતી. રેલીને નાયબ પોલીસ અધિક્ષક તેમજ પી.આઇ. દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી. આ રેલીમાં બેટી બચાઓ- બેટી પઢાઓ સહિતનાં સૂત્રો સાથે મહિલા પોલીસ, મહિલા જીઆરડી, મહિલા હોમગાર્ડ, મહિલા ટીઆરબી સહિત મહિલા બાળ અધિકારીની કચેરીનાં કર્મયોગીઓ પણ જોડાયા હતા.