ઉપલેટા શહેરના અતિ ખરાબ રસ્તાઓને લઈ આમ આદમી પાર્ટી દ્વારા અનોખો વિરોધ

  • 9:17 pm August 1, 2023
વિજય રાડીયા | ભાયાવદર

 

રાજકોટ,

ઉપલેટા વોર્ડ નં ૮ માં ઉબળ ખાબળ રસ્તાઓનું બેસણું રાખી નિંદ્રાધીન તંત્ર અને સત્તાધીસોને ઊંઘ માંથી જગાડવાનો કરાયો પ્રયાસ..

છેલ્લા ઘણા સમયથી તમામ રસ્તાઓ અતિ બિસ્માર હાલતમાં થઈ ગયા છે  મોટા ભાગની જગ્યાઓ પર અનેક વિસ્તારોમાં મોટા મોટા ખાડાઓ પડી ગયેલ છે જેમાં કાયમ માટે પાણી ભરેલા રહે છે અને ઊંડા ખાડાઓ રાહદારીઓ અને વાહન ચાલકોને દેખાતા નથી જેને લઈ અનેક વાર અકસ્માતો થાય છે વાહનચાલકો ક્યારેક કન્ટ્રોલ ગુમાવી સ્લીપ થતા હાથ પણ ભાંગવાના બનાવો સામે આવ્યા છે. ઉપલેટામાં આવા રસ્તાઓની સમસ્યાઓને લઈ અનેક રજૂઆતો કરાઈ છે. નગરપાલિકાને લેખિત અરજીઓ અપાઈ છે અનેક વિરોધ થયા છે છતાં હજી સુધી ખુબજ બિસ્માર રસ્તાઓનો કોઈ ઉકેલ આવ્યો નથી ત્યારે ફરી એક વાર ઉપલેટાના વોર્ડ નં.૮ માં આવેલ રબારી વાસમાં આમ આદમી પાર્ટી દ્વારા આવા ઉબળ ખાબળ રસ્તાઓનું બેસણું રાખી અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો અને ઘણા સમયથી ઘોર નિંદ્રામા ઊંઘેલ તંત્ર અને સત્તાધીશોને જગાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો સાથે સાથે સ્થાનિકોએ પણ વિરોધ નોંધાવી શહેરના રસ્તાઓ તાત્કાલિક રીપેર કરવા માંગ કરી હતી.