અમરેલીમાં સિંહના મોતનો સિલસિલો યથાવત: સાવરકુંડલા રેન્જમાં બોરાળા ફાટક પાસે પેસેન્જર ટ્રેન નીચે સિંહ બાળ કપાયું

  • 9:20 pm August 1, 2023
મૌલિક દોશી | અમરેલી

 

અમરેલી,

અમરેલી જિલ્લામાં ટ્રેન અડફેટે આવી જતા સિંહબાળના મોતનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે 10 દિવસ પહેલા રાજુલા - પીપાવાવ રેલવે ટ્રેક પર માલગાડી અડફેટે ચાર સિંહ આવી જતા એકનું ઘટનાસ્થળે અને અન્યનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ત્યારબાદ હવે સાવરકુંડલા રેન્જમાં એક સિંહબાળનું પેસેન્જર ટ્રેન અડફેટે આવી જતા મોત નિપજ્યાનું સામે આવ્યું છે.