હિમતનગરમાં ખાનગી ક્લાસીસના સંચાલકે બાળકીની છેડતી કરી, બાળાએ મારી થપ્પડ

  • 8:32 pm August 2, 2023
જાકીર મેમણ‌‌‌

 

સાબરકાંઠા,

હિંમતનગરના પોશ વિસ્તાર ગણાતા મહાવીરનગરમાં ફાઇન આર્ટસ-કેનવાસ પેઇન્ટિંગના નામે ક્લાસીસ ચલાવતા માનસિક વિકૃત 35 વર્ષીય નરાધમે 11 વર્ષીય સગીર બાળા સાથે છેડછાડ કરતાં બહાદુર વીરબાળાએ નરાધમને થપ્પડ ઝીંકી દેતાં નરાધમે ક્લાસીસનો દરવાજો બંધ કરી બંને માસિયાઈ સગીર બહેનોને પૂરી દઈ નીચ હરકત પર પડદો પાડવા નરાધમે પ્રયાસ કર્યો હતો, પરંતુ બંને બાળાઓને લેવા આવેલ ભોગ બનનારની માસીએ દરવાજો ખખડાવતો રડતી ઠાલવ્યો હતો. રડતી બહાર આવેલ ભાણીએ લંપટ સંચાલકનો ભાંડો ફોડતાં લોકોના ટોળા ઉમટયા હતા અને સંચાલકને ઘેરી લઈ માર માર્યો હતો. પોલીસે લંપટની અટક કરી પોક્સો સહિતનો ગુનો નોંધ્યો હતો.

હિંમતનગર એ ડિવિઝન પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આરોપી ધીરજ નાથાભાઈ લેઉવાની અટકાયત કરી તેની વિરુદ્ધ 354 354-એ અને પોક્સો એકટની કલમ 7,8,9 અંતર્ગત ગુનો નોંધ્યો હતો.

મેં થપ્પડ મારતાં દરવાજો બંધ કરી દીધો મહિલાએ દરવાજો ખખડાવતાં ક્લાસીસ ચલાવતા ધીરજ નાથાભાઈ લેઉઆએ દરવાજો ખોલ્યો હતો. બંને દીકરીઓ રડતી રડતી બહાર વતબકરાઉ ખાતે આવતાં મહિલાએ તેની દીકરીને પૂછતાં હેબતાઈ ગઈ હોવાથી કંઈ બોલી શકી ન હતી પરંતુ તેની બહેનની દીકરીએ સંચાલકનો ભાંડો ફોડતાં જણાવ્યું કે સરે બે ત્રણ જગ્યાએ બેડ ટચ કરી છે ગળામાં કીસ કરી છે મેં ૫પ્પડ મારી દેતાં દરવાજો બંધ કરી દીધો હતો અગાઉ પણ પગથી બેડ ટચ કરી ચૂક્યો છે ક્લાસીસમાં પૂરીને ધમકાવીને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.