પાટણ જિલ્લાનાં સમી ગામ ખાતે 17 વર્ષીય સગીરાનુ અપહરણ
- 8:43 pm August 2, 2023
પાટણ,
પાટણ જિલ્લા નાં સમી ગામ ખાતે 17 વર્ષીય સગીરા નુ અપહરણ નો કિસ્સો. સામે આવ્યો છે. સમી ગામના મફતપુરા વિસ્તાર મા આવેલા એકતા નગરમાં રહેતી 17 વર્ષની સગીરા નું અપહરણ અજાણ્યા શખ્સો દ્વારા કરવામાં આવ્યું હોવાની વિગત સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર ફેલાઇ જવા પામી છે. તો બીજી તરફ સગીરાના પિતા દ્વારા મળતી માહીતી અનુસાર એકતા નગરમાં શુક્રવારે રાત્રીના સમયે ધરેથી કોઈ અજાણ્યા શખ્સો આવીને અપહરણ કર્યું હતું તેવું સગીરાનાં પિતાએ જણાવ્યું હતું. જ્યારે અપહરણ થયું એ સમય પરિવારના સભ્યોએ આજુબાજુમાં શોધખોળ કરતા કંઈ પત્તો ન લાગતા આખરે સગીરાનાં પિતાએ સમી પોલીસ મથકે પહોંચી અજાણ્યા શખ્સો વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી હતી. આ અંગે તપાસ અધિકારી પીએસઆઇ એસએસ ચૌધરીએ જણાવ્યું હતું કે ભગાડી જનાર શખ્શોના મોબાઈલ કોલ ડીટેલના આધારે તપાસ શરુ કરી છે.