સંતરામપુર તાલુકાના ઐતિહાસિક માનગઢ ધામ ખાતે ૭૪ માં જિલ્લા કક્ષાના વન મહોત્સવ-૨૦૨૩ ની ઉજવણી
- 7:06 pm August 5, 2023
મહિસાગર,
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ઐતિહાસિક માનગઢ ધામ ખાતે ૭૪ માં જિલ્લા કક્ષાના વન મહોત્સવ-૨૦૨૩ ની ઉજવણી રાજ્યના પંચાયત અને કૃષિ વિભાગ રાજ્ય કક્ષા મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષ સ્થાને મહાનુભાવોએ દિપ પ્રાગટય કરી શુભારંભ કર્યો.
આ પ્રસંગે પંચાયત અને કૃષિ વિભાગ મંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિમાં વૃક્ષો અને વનોમાં પરમાત્માના દર્શન થાય છે.વૃક્ષો કાર્બનડાયોક્સાઈડ (અંગારવાયું) રૂપી ઝેર શોષીને અમૃત રૂપી પ્રાણવાયું આપવાનું ઉત્તમ કાર્ય વૃક્ષો કરે છે. કોરોના આવ્યા બાદ ઓક્સિજન નું મહત્વ સમજાયું. તેથી આજના વિશેષ દિવસે સંકલ્પ લઈએ કે વધુમાં વધુ વૃક્ષ વાવીએ અને રક્ષણ કરીએ. વનો પર્યાવરણ સંતુલનને જાળવી રાખે છે.
મંત્રીએ માનગઢ ખાતે આઝાદીના ચળવળમાં બલિદાન આપનાર શહીદોને યાદ કરી જણાવ્યું હતું કે આપણા જીવનનું આધાર વૃક્ષ છે .પ્રકૃતિ અને વૃક્ષો માટે આપણે પણ યોગદાન આપવું પડશે આજના સમયમાં જે રીતે પર્યાવરણ બદલાઈ રહ્યું છે જેના કારણે વરસાદમાં અનિયમિતતા અસહ્ય ગરમી જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે.તે માટે પર્યાવરણની જાળવણી માટે આપણે બધાએ સાથે મળી વૃક્ષ વાવી તેનુ રક્ષણ કરવું જરૂરી છે .
આજના સમયની માંગ પ્રાકૃતિક ખેતી છે જમીનની ગુણવત્તા સાચવવા અને પર્યાવરણને બચાવવા પ્રાકૃતિક ખેતી તરફ વળવું ખૂબ જરૂરી છે .લાંબા આયુષ્ય માટે ,તંદુરસ્તી માટે અને આવનારી પેઢી માટે આપડે બધાએ પ્રાકૃતિક ખેતી તરફ વળી પર્યાવરણને બચાવીએ.