રાધનપુરના પેદાશપુરામાં 19 પૈકી 5ના રિપોર્ટ કરતાં 2 દર્દીને ડેન્ગ્યુ પોઝિટિવ
- 8:13 pm August 5, 2023
પાટણ,
પેદાશપૂરા ગામે વાહનોનાં ટાયર અને ટાંકાઓ માંથી મચ્છરોના બ્રીડિંગ મળી આવ્યા
પાટણ જિલ્લાના રાધનપુરના પેદાશપુરા ગામ ખાતે લોકો તાવની બીમારીમાં સપડાતા આરોગ્યની ટીમ દ્વારા સર્વે કરતાં તાવના 19 કેસ મળી આવ્યા છે. આરોગ્ય તંત્ર દ્વારા 5 દર્દીના લોહીના નમુના લઇ પૃથ્થકરણ કરતા બે લોકોના ડેન્ગ્યુ પોઝિટિવના રિપોર્ટ આવ્યો છે. જ્યારે પેદાશપુરા ગામે ઘરે ઘરે લોકો તાવની બીમારીમાં સપડાતા એપિડેમિક મેડિકલ ઓફિસર ડો.નરેશભાઈગગૅ સહિત આરોગ્યની ટીમોએ ગામની મુલાકાત લીધી હતી. જેમાં 19 લોકોને તાવની બીમારી જણાઇ આવી હતી જે પૈકી 5 લોકોના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા.
છ ટીમો મારફતે ગામના 450 ઘરોમાં સર્વે કરવામાં આવ્યો હતો જેમાં લોકોના ઘરોમાં ભરેલા પાણીના ખુલ્લા ટાંકામાં તેમજ વાહનના ટાયરોમાં મચ્છરોના બ્રિડિંગ મળી આવ્યા હતા. ગામમાં ફોગિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ અંગે ઈ.એમ.ઓ ડો.નરેશભાઈ ગગૅ એ જણાવ્યું હતું કે ગામમાં તાવના 19 કેસ મળ્યા છે. પાંચ લોકોના લોહીના નમુના લઈ પૃથ્થકરણ કરતા બે દર્દીઓના ડેન્ગ્યુ પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. જ્યારે 3ના નેગેટીવ રિપોર્ટ આવ્યા છે.