કરજણ તાલુકાના મોટી કોરલ ગામમાં દૂર સંચાર એરટેલ કંપનીનો ટાવર નાખતા ગામજનોમાં વિવાદ..
- 9:07 pm August 5, 2023
વડોદરા,
ગામ જનો દ્વારા કરજણ તાલુકાના વિકાસ અધિકારીને આપ્યું આવેદનપત્ર
કરજણ તાલુકાના મોટીકોરલ ગામમાં ગ્રામપંચાયત દ્વારા ગેરકાયદેસર રીતે ચાલી રહેલ ટાવરની કામગીરી બંધ કરવા બાબતે આપી નોટિસ નું અનાદર કરી. રાત્રી દરમિયાન આ ટાવરનું કામ ચાલુ રહેતા. મોટીકોરલ ગામના કેટલાક અરજદારોએ કરજણ તાલુકા વિકાસ અધિકારી શ્રી ને લેખિતમાં રજૂઆત કરી. કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરી.
કરજણ તાલુકાના મોટીકોરલ ગામમાં રહેતા પંડ્યા ભરતભાઈ શાંતિલાલ એ આજ મોટીકોરલ ગામમાં આવેલ પોતાની મિલકત નંબર 518 માં મોબાઈલ ટાવર નાખવા. બાબતે ગ્રામ પંચાયતમાં અરજી દ્વારા એન .ઓ. સી .ની માંગણી કરી હતી. જેને લઇ મોટી કોરલ ગ્રામ પંચાયત અધિકારીએ આ ભરત પંડ્યાની એન. ઓ. સી ની માગણીની અરજીની રજૂઆત બાબતે તારીખ 20 .3 .2023 ના રોજ ઠરાવ નંબર 26 માં ઠરાવ કરી. શરતો સાથે એક એન.ઓ.સી આપવામાં આવી હતી. પરંતુ આ શરતોનું પાલન ન થતાં તેમ જ બાંધકામ વિશે પરવાનગી ન લેતા. તેમજ સરકારી મિલકતને પોતાની મિલકત બતાવી. જાહેર રસ્તા ઉપર આ ટાવર ઉભો કરતા મોટી કોરલ ગ્રામ પંચાયત દ્વારા ટાવરની બંધ કામગીરી બંધ કરવા બાબતે એક નોટિસ લેખિતમાં આપવામાં આવી હતી.તેમજ આ નોટિસમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી આ ટાવર ના વિવાદનો નિકાલ ન આવે ત્યાં સુધી ટાવરની કામગીરી રાખવી જેવા આદેશો સાથે ભરતભાઈ પંડ્યા ને નોટિસ આપવામા આવ્યા છતાં પંચાયત દ્વારા ટાવર ની કામગીરી બંધ કરવાની નોટિસ આપ્યા બાદ પણ રાત્રી સમય ગાળા દરમિયાન આ ટાવરની કામગીરી ચાલુ rakhel હતી.આ માથાભારે ઈસમ આપેલી નોટિસનું ખુલ્લેઆમ અનાદર કરતા મોટી કોરલ ગામના ગામ જનોએ આજ રોજ કરજણ તાલુકા વિકાસ અધિકારીને એક લેખિતમાં આવેદનપત્ર આપી ભરત પંડ્યા સામે કાયદેસર કાર્યવાહી થાય તેવી માંગણી કરી છે.