લુણાવાડા બસ સ્ટેશનમાં રોમિયોગિરી કરતા એક ઇસમને ઝડપી પાડતી શી ટીમ
- 5:59 pm August 6, 2023
મહિસાગર,
પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક પી.એસ. વળવી લુણાવાડા વિભાગ દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર ડી.કે. ઠાકરએ સૂચના કરી હતી કે, લુણાવાડામાં આવેલી શાળા, કોલેજ તેમજ બસ સ્ટેશન જેવા વિસ્તારમાં અસામાજિક તત્વો તથા રોમિયોગીરી કરતા ઈસમો મળી આવે છે. તો તેઓ સામે જરૂરી કાર્યવાહી કરવા માટે સૂચના કરી છે. તે આધારે લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનની સી-ટીમ સ્કૂલ કોલેજ છૂટવાના સમયે લુણાવાડા બસ સ્ટેશનમાં તપાસમાં ઉભા હતા. તે દરમિયાન રોમિયોગીરી કરતો ઇસમ પકડાયો હતો. લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનની સી-ટીમ લુણાવાડા બસ સ્ટેશનમાં તપાસમાં હતી. તે દરમિયાન એક ઇસમ સુનિલ પ્રતાપભાઈ ખાંટ ઉ.વ.22 (રેહ. હરીગરના મુવાડા તાલુકો સંતરામપુર જિલ્લો મહીસાગર) જે જાહેરમાં ચેનચાળા કરી મળી આવ્યો હતો. જેને પોલીસ દ્વારા પકડી લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન લાવી આગળની કાર્યવાહી કરવામાં માટે સોંપવામાં આવ્યો હતો.