જામવાળા નજીક કંસારીયા ગામે દીપડાએ હૂમલો કરતા મહિલાનું કમકમાટી ભર્યું મોત
- 6:02 pm August 6, 2023
ગીરગઢડા તાલુકાના કંસારીયા ગામમાં આદમખોર દીપડાએ આધેડ મહિલા ઉપર હુમલો કરી ફાડી ખાતા મહિલાનું કમકમાટીભર્યું મૃત્યુ નિપજતા ભારે અરેરાટી વ્યાપી ગયેલ છે જામવાળા ઘાંટવડ રોડ પર આવેલ કંસારીયા ગામના ભુપત જીંજવાડિયાના પત્ની જયાબેન ઉ.વ.૬૫ રાત્રીના પોતાના મકાનમાં આરામ કરતા હતા. ત્યારે રાત્રિનાં સમયે અચાનક દીપડાએ વૃદ્ધ ઉપર ગળાના ભાગે હુમલો કરતાં રાડારાડ પાડતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી જતાં દીપડો ગંભીર ઈજા પહોંચાડી નાશી છૂટ્યો હતો. દીપડાએ જયાબેનને મોતને ઘાટ ઉતારી દીધા હતા. વન વિભાગ ઘટના સ્થળે પહોંચી માનવ ભક્ષી પાંજરે પુરવાની કવાયત હાથ ધરી હતી. આમ દીપડાની અવાર નવાર રંજાડ અને હુમલાની ઘટનાને લઈ આ વિસ્તારમાં ભયની માહોલ ફેલાઈ ગયો છે અગાઉ ઘાંટવડ ગામમાં છેલ્લાં ૬ માસમાં દીપડાએ ૪ થી વધુ પર ઉપર હૂમલો કરી મોતને ઘાટ ઉતારેલ હોય જેથી લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. આ વિસ્તારમાં અનેક દીપડાઓ પાંજરે પુરવામાં આવેલ છે. તેમ છતા આસપાસના વિસ્તારોમા રાત્રીના સમયે દિપડાઓ શિકારની શોધમાં આવી અને માનવ જીવ પર હુમલાની ઘટના અવાર નવાર બનતી હોય લોકોમા ભયનું વાતાવરણ ફેલાય ગયું છે.