હીરા ઉદ્યોગમાં મદી આવતા મોજશોખ પુરા કરવા યુવક ચોરીના રવાડે ચડ્યો, ત્રણ મોટરસાયકલની કરી ચોરી

  • 7:40 pm August 6, 2023
એજાજ શેખ | સુરત

 

સુરત,

સુરત પોલીસને જાણકારી મળી હતી કે હીરા ઉદ્યોગમાં નોકરી કરતો અને હાલમાં હીરા ઉદ્યોગમાં મંદી હોવાને લઈને ચોરીના રવાડે ચડેલો રાવત ખોડાભાઈ હેરમા નામનો યુવક ચોરીની મોટરસાયકલ સાથે ફરી રહ્યો છે.

સુરત પોલીસે વરાછા વિસ્તારની ભગીરથ સોસાયટી આ યુવકને ઝડપી પાડ્યો હતો. મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલાનો બોકરવા ગામનો વતની બહાદુર ઉર્ફે રણજીત રાવતભાઈ ખોડાભાઈ મોટરસાયકલ ચલાવવાનો શોખીન હતો જોકે હીરા ઉદ્યોગમાં મજૂરી કામ દરમિયાન મંદીને લઈ આવક થતી નથી અને પોતાના મોજશોખ પુરા કરવા માટે આ યુવક વાહન ચોરીના રવાડે ચડ્યો હતો

ગયા વર્ષે એપ્રિલ માસમાં બપોરના સમયે વરાછા એલ એચ રોડ ઉપરથી એક ગાડી ચોરી કરી હતી.આ ઉપરાંત 2020માં સાવરકુંડલાના પીપળીયા સાહેબના દવાખાના પાસે પીએફ મોટરસાયકલ ચોરી કરી હતી. આ સિવાય અન્ય એક મોટરસાયકલ ચોરી કરી હોવાની કબુલાત પોલીસ સામે આ યુવકે કરી હતી/

યુવક પાસેથી પોલીસે ત્રણ જેટલા વાહનો કબજે કરી વરાછા સરથાણા સાવરકુંડલા ખાતે થઈ વાહન ચોરીના ભેદ ઉકેલી નાખ્યા હતા. આ યુવકની વધુ પૂછપરછ દરમિયાન વધુ વાહનચોરીના ભેદ ઉકલે તેવી આશા પણ પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.