ભાવનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા પશ્ચિમ વિધાનસભા વિસ્તારનું "નૂતન વર્ષ સ્નેહમિલન" સફળતા પૂર્વક સંપન્ન થયું

  • 9:17 pm November 18, 2023

 

દેવ દુર્લભ કાર્યકરો સાથે નૂતન નવલા વર્ષને વધાવવાના સ્નેહ મિલનની પરંપરા સંસ્કાર નગરી ભાવનગર શહેર ભાજપની રહી છે, ત્યારે ભાવનગર પશ્ચિમ વિધાન સભા ક્ષેત્રનું નૂતન વર્ષ સ્નેહ મિલન તારીખ ૧૮ નવેમ્બર ૨૦૨૩ અને રવિવારના રોજ સાંજે ૬-૦૦ કલાકે ઓમ પાર્ટી પ્લોટ, ચિત્રા ખાતે શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણની આગેવાનીમાં યોજાયું હતું. ભાવનગરના પનોતા પુત્ર અને પૂર્વ મંત્રી તેમજ ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીના વિધાનસભા વિસ્તારના આ "નૂતન વર્ષ સ્નેહ મિલન" માં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયા, ભાવનગરના સાંસદ ડો. ભારતીબેન શિયાળ, ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા, ભાવનગરના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ ભોજપરાના સુરેશભાઈ લાખાણી સહિત શહેર ભાજપની તમામ પાંખ, વરિષ્ટ આગેવાનો, સંતો, મહંતો અને જૂના જનસંધી વરીષ્ટો તેમજ વિશાળ સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. શહેર અધ્યક્ષ અભયસિંહ ચૌહાણના માર્ગદર્શનમાં સ્નેહ ભોજન સહિતના આ નૂતન સ્નેહ મિલનને સફળ બનાવવા માટે શહેર ભાજપ મહામંત્રીઓ પાર્થભાઈ ગોંડલીયા, અલ્પેશભાઈ પટેલ, નરેશભાઈ મકવાણા તેમજ વિવિધ વ્યવસ્થાના પ્રભારીઓ તેમજ વોર્ડ સંગઠન અને ચુંટાયેલા હોદ્દેદારોએ ખંત પૂર્વક જહેમત ઉપાડેલ, તેમ ભાવનગર શહેર ભાજપ મીડિયા વિભાગની યાદી જણાવે છે.