ભાવનગરના નારી ગામ નજીક વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે ઝડપાયા

  • 9:18 pm November 18, 2023

 

ભાવનગરના નારી ગામ નજીકથી વરતેજ પોલીસે ઇંગ્લીશ દારૂની 382 બોટલ ભરેલી ઇકો કાર સાથે બે શખ્સને ઝડપી લઇ કુલ રૂ.2,74,890 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે વરતેજ પોલીસ મથકે થી મળતી માહિતી મુજબ વરતેજ પોલીસ સ્ટાફ ગઈકાલે સાંજે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે અમદાવાદ તરફથી આવી રહેલ સફેદ કલરની મારુતિ સુઝુકી કંપનીની ઇકો કાર નં.જી.જે.05 આર.કે.1343 ને નારી ગામ પાસે અટકાવી કારની તલાશી લેતા કારની અંદર ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 382 બોટલ, કિં. રૂ.69,390મળી આવી હતી.વરતેજ પોલીસે ઇંગ્લિશ દારૂની બોટલો, ઇકો કાર તેમજ એક મોબાઇલ મળી કુલ રૂ.2,74,890 ના મુદ્દામાલ સાથે પિયુષ રણછોડભાઈ કામળિયા રહે.કામરેજ, નંદશાળ ગામ, ગોકુલધામ સોસાયટી, સુરત તથા હિતેશભારથી અશોકભારથી ગોસ્વામી રહે. કામરેજ, સુરતની ધરપકડ કરી બંનેની પૂછપરછ કરતા દારૂનો આ જથ્થો રઘુ જોશી રહે. દેવળીયા, તા તળાજાને આપવાનો હોવાનું જણાવતાં વરતેજ પોલીસે ત્રણેય ઈસમો વિરુદ્ધ પ્રોહીબીશનની અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.