મોબાઇલ ફોન સાથે એક ઇસમને ઝડપી મોબાઇલ ફોન ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર, પેરોલ ફર્લો સ્કવોડ

  • 9:01 pm November 19, 2023

 

ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં નાસતાં-ફરતાં આરોપીઓની તપાસમાં હતાં.તે દરમ્યાન પો.કો. અલ્ફાઝ વોરાને બાતમીરાહે હકિકત મળેલ કે,  મહેંદી કલરનું આખી બાયનું ટી શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ એક માણસ બિઝનેસ સેન્ટરમાં આવેલ સતનામ દુકાન પાસે રોડ ઉપર ઉભેલ છે.જે આવતાં-જતાં માણસોને મોબાઇલ બતાવી વેચાણ કરવા માટે પુછપરછ કરે છે.જે મોબાઇલ ફોન તેણે કયાંકથી ચોરી કરેલ હોવાની શંકા છે. જે બાતમીવાળી જગ્યાએથી કાર્તિક નટવરલાલ મેર ઉ.વ.૩૭ રહે.રૂમ નંબર-૧૦૩/બી,મુખ્યમંત્રી આવાસ યોજના, શેર-એ પંજાબની સામે,ચિત્રા,ભાવનગર મુજબનાં માણસ ઓપો કંપનીનો OPPOA78 મોડલ નંબર-CPH2495 તથા IMEI નંબર-86178 4061052350/ 861784061052343 જે મોબાઇલ ફોન કિ.રૂ.૧૫,૦૦૦/-  મુજબનાં મોબાઇલ ફોન સાથે હાજર મળી આવેલ.જે મોબાઇલ ફોન તેણે ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતું હોય. જે મોબાઇલ ફોન કિ.રૂ.૧૫,૦૦૦/- ગણી તપાસ અર્થે કબ્જે કરેલ. આ મોબાઇલ ફોન વિશે પુછપરછ કરતાં તેણે આજથી આશરે છ સાત દિવસ પહેલાં ટોપ થ્રી સિનેમા પાસે તેના મિત્ર હાર્દિક દિલીપભાઇ મહેતા રહે.નવા બે માળીયા, સીતારામ ચોક,ભરતનગર, ભાવનગરવાળાએ આપેલ હતો. આ મોબાઇલ ફોન ચોરી કરીને લાવેલ હોવાની વાત કરેલ હતી. આ મોબાઇલ ફોન પોતે વાપરતો હતો અને રૂપિયાની જરૂરીયાત હોવાથી મોબાઇલ ફોન વેચાણ કરવા માટે ઉભો હોવાનું જણાવેલ.જે અંગે કાયદેસર કાર્યવાહી કરી ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ.