ઇંગ્લીશ દારૂના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડતી ભાવનગર, પેરોલ ફર્લો સ્કવોડ

  • 9:02 pm November 19, 2023

 

ભાવનગર, પેરોલ ફર્લો સ્કવોડના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇંગ્લીશ દારૂના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપી હેમંત ક્રિષ્નાલાલ પંડયા રહે.કાચના મંદિર પાસે, કસ્તુરબા સોસાયટી, ભાવનગરવાળો રૂપાણી સર્કલ,શશી પ્રભુ ચોકમાં ઉભો હોવાની બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતાં હેમંત ક્રિષ્નાલાલ પંડયા ઉ.વ.૩૧ રહે.પ્લોટ નં.૨૬/બી, કસ્તુરબા સોસાયટી, શિવનગરની સામે, ટોપ થ્રી રોડ, ભાવનગર મુજબના નાસતાં-ફરતાં આરોપી હાજર મળી આવેલ. તેને હસ્તગત કરી આગળની વધુ કાર્યવાહી થવા માટે ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.