શહેરના એરપોર્ટ રોડ નજીકથી ઘરફોડ ચોરીના ગુન્હાનો આરોપી મુદ્દામાલ સાથે ઝડપાયો

  • 9:37 pm November 21, 2023

 

ભાવનગર એલ.સી.બી. ટીમે સોના-ચાંદિના દાગીના તથા રોકડ સહિત કુલ રૂ.૨,૫૪,૬૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડી ઘરફોડ ચોરીનો ગુન્હો શોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર તા.૨૧/૧૧/૨૦૨૩ના રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે, આછા કેસરી કલરનો ચોકડીવાળો શર્ટ તથા કાળા કલરનું જીન્સ પેન્ટ પહેરીને અગાઉ ચોરીઓના ગુન્હાઓમાં પકડાયેલ ભુરા દોલાભાઇ વાઘેલા રહે.ગરીબપરા હાલ-ભાવનગરવાળા સુભાષનગર, એરપોર્ટ રોડ ઉપર આવેલ બાલા હનુમાન મંદિર પાસે હાથમાં થેલીમાં સોના-ચાંદીના દાગીનાઓ તથા રોકડ રકમ રાખીને ઉભેલ છે. જે સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ તે કયાંકથી ચોરી કરી લાવેલ હોવાની શંકા છે.જેથી બાતમીવાળી જગ્યાએ આવતાં ભુરા દોલાભાઇ વાઘેલા ઉ.વ.૨૯ (ધંધો-મજુરી રહે.ઝુંપડામાં,સામ્રાજય પાર્ક સામે, સી.એન.જી. પંપ પાસે, રૂવા,જી.ભાવનગર) તેના કબ્જામાં રહેલ થેલીમાં રૂ.૫૦૦/-ની ભારતીય દરની ચલણી નોટ નંગ-૨૫૧ રૂ.૧,૨૫,૫૦૦/-, સોનાની બુટ્ટી જોડ-૦૧ વજન-૪ ગ્રામ ૩૧૦ મીલીગ્રામ કિ.રૂ.૨૧,૦૦૦/-, સોનાની લેડિઝને પહેરવાની વીટી-૦૧ વજન-૧ ગ્રામ ૬૬૦ મીલીગ્રામ કિ.રૂ.૮,૩૦૦/-, સોનાની જેન્ટસને પહેરવાની વીટી-૦૧ વજન-૫ ગ્રામ ૮૦૦ મીલીગ્રામ કિ.રૂ.૨૯,૦૦૦/-, સોનાનો ગુલાબની ડિઝાઇનવાળો વજન-૧૦ ગ્રામનો સિક્કો-૦૧ કિ.રૂ.૬૧,૦૦૦/, ચાંદીનો કંદોરો નંગ-૧ વજન-૩૩ ગ્રામ ૪૦૦ મીલીગ્રામ કિ.રૂ.૧,૫૦૦/-, ચાંદીની વાટકી નંગ-૦૧ વજન-૧૬ ગ્રામ.૯૦૦ મીલીગ્રામ કિ.રૂ.૯૬૦/-, ચાંદીના ઘુઘરા નંગ-૦૨ વજન-૩૦ ગ્રામ ૫૦૦ મીલીગ્રામ કિ.રૂ.૧,૫૫૦/-, ચાંદીના ઝાંઝરી નાની જોડ-૦૧ વજન-૨૧ ગ્રામ કિ.રૂ.૮૦૦/-, ચાંદીના કડલી નંગ-૦૮ વજન-૩૨ ગ્રામ ૮૦૦ મીલીગ્રામ કિ.રૂ.૧,૬૪૦/-, ચાંદીના લક્ષ્મીજીની મુર્તિ નંગ-૦૧ વજન-૧૨ ગ્રામ કિ.રૂ.૬૦૦/-, ચાંદીની નાની લક્કી નંગ-૦૧ વજન-૫ ગ્રામ કિ.રૂ.૨૫૦/-, ચાંદીના સિક્કા નંગ-૦૩ વજન-૩૧ ગ્રામ ૮૦૦ મીલીગ્રામ કિ.રૂ.૧,૮૦૦/-, ચાંદીનો કળશવાળો સિક્કો નંગ-૦૧ વજન-૭ ગ્રામ કિ.રૂ.૨૪૦/-, જર્મન સીલ્વર ધાતુના નાની થાળી-૦૧,ચમચી-૦૧,વાટકી-૦૨ તથા ગ્લાસ-૦૧ કિ.રૂ.૫૦૦/- મળી કુલ રૂ.૨,૫૪,૬૪૦/-નો મુદ્દામાલ, શંકાસ્પદ દાગીના તથા રોકડ સાથે હાજર મળી આવેલ. જે સોના-ચાંદીના દાગીના તથા રોકડ રાખવા અંગે તેની પુછપરછ કરતાં કોઇ સંતોષકારક જવાબ આપતાં ન હોય.જેથી આ તમામ વસ્તુઓ તેણે ચોરી અગર તો છળકપટથી મેળવી લાવેલ હોવાથી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ.જે અંગે આગળની વધુ કાર્યવાહી થવા માટે તેને ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ.