રોકડ ભરેલ પર્સ ઝુંટવી લુંટ ચલાવનાર ચાર લૂંટારુઓ ઝડપાયા

  • 9:38 pm November 21, 2023

 

તળાજા તાલુકાના ગોપનાથ રોડ ઉપર રોકડ રૂ.૭,૮૯,૩૪૫/- ભરેલ પર્સ ઝુંટવી થયેલ લુંટના વણ શોધાયેલ ગુન્હામાં ચાર ઈસમોને રોકડ રૂ.૫,૨૭,૦૦૦/- સહીત કુલ કિ.રૂ.૬,૧૨,૭૦૦/-ના મુદ્દામાલ સાથે ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડયા હતા.

ગઈ તા.૧૭/૧૧/૨૦૨૩ના રોજ આ કામના ફરીયાદી સાથે પહલ ફાઇનાન્સ કંપીની તળાજા બ્રાન્ચમાં B.O.M. તરીકે નોકરી કરતા સાહેદ હેતલબેન ભાલીયા કંપનીનાં કલેક્શનનાં રોકડ રૂપીયા રૂ.૭,૮૯,૩૪૫/- HDFC બેંક માં ડીપોજીટ કરવા જતા હતા તે વખતે એક કાળા કલરની એક્ટીવા સ્કુટર ઉપર મોઢા ઉપર રૂમાલ બાંધેલ હાલતમા બે અજાણ્યા આરોપીઓએ પાછળથી આવી હેતલબેનના ખભામા રાખેલ પર્સ જેમા કંપનીના રોકડ રૂપીયા રૂ.૭,૮૯,૩૪૫/- તથા અન્ય રોકડ મળી કુલ રૂ.૭,૯૪,૦૪૫/- તથા હેતલબેનના અસલ આઇ-ડી પ્રુફ તથા અસલ આધારકાર્ડ તથા પાનકાર્ડ તથા ઓફીસની ચાવીઓ રાખેલ હોય તે પર્સ એકદમ ઝુટવી લુંટ કરી એક્ટીવા ઉપર નાસી ગયા અંગેની તળાજા પો.સ્ટેમાં ફરિયાદ જાહેર થયેલ.

તા.૨૧/૧૧/૨૦૨૩નાં રોજ ભાવનગર, પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં ઉપરોક્ત સુચના અન્વયે વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ ટેકનીકલ તેમજ હયુમન સોર્સ દ્રારા શોધી કાઢવા ખાનગી વાહનોમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન બાતમી રાહે હકીકત મળેલ કે, ચિત્રા માર્કેટીંગ યાર્ડ સામે આવેલ સ્વામીનારાયણ મંદીરના ગેટ પાસે ચાર માણસો એક કાળા કલરની નંબર પ્લેટ વગરની એકટીવા સ્કુટર સાથે ઉભા છે. જેઓ પાસે રોકડ રકમ છે. જે તેઓએ કયાંકથી લુંટ કે ચોરી છળકપટથી મેળવેલ હોવાની શંકા આધારે પંચો રૂબરૂ તપાસ કરતા નિલેશ દયાળભાઇ મેર ઉ.વ.૩૦ ધંધો.પ્રા.નોકરી રહે.ચિત્રા પ્રેસ ક્વાટર્સ ભાવનગર (પહલ ફાઈનાન્સનો કર્મચારી ટીપ આપનાર), કલ્પેશભાઇ ભનુરામભાઇ દેવમુરારી ઉ.વ.૩૦ ધંધો.પ્રા.નોકરી રહે.કર્મચારીનગર મફતનગર, મહાકાલીમાતાના મંદિર પાસે, ભાવનગર (પહલ ફાઈનાન્સ નો કર્મચારી મદદગાર), જગદિશભાઇ સુરેશભાઇ વ્યાસ ઉ.વ.૨૧ ધંધો.મજુરી રહે.સોનગઢ, પાંચવડા રોડ, તા.શિહોર, જિ.ભાવનગર. મુળ વતન ફુલસર, ૨૫ વારીયા, ઘર નં.૬૩૫, ઠાકર દ્વારા પાસે, ભાવનગર (ગુન્હાને અંજામ આપનાર), મનીષભાઇ ઉર્ફે લાલો ભુપતભાઇ બાંભણીયા ઉવ.૩૨ ધંધો-હીરા ઘસવાનો રહે. કાળીયાબીડ, ઇન્દ્રપ્રસ્થનગર પ્લોટ નં.૧૧૯૮, ભાવનગર(ગુન્હાને અંજામ આપનાર) નં.૦૧ની અંગઝડતી માંથી રોકડા રૂપીયા ૧,૫૧,૦૦૦/- તથા વીવો કંપનીનો મોબાઇલ કિ.રૂ.૧૦,૦૦૦/, નં.૦૨ની અંગઝડતી માંથી રોકડા રૂપીયા ૨,૭૧,૦૦૦/- તથા વીવો કંપનીના મોબાઇલ-૦૨ કિ.રૂ.૨૦,૦૦૦/-, એક કાળા કલરનું  એકટીવા સ્કુટર ની કિ.રૂ.૫૦,૦૦૦/- તથા એક એરગન કિ.રુ.૧૦૦/- તથા છરો કિરુ.૧૦૦/-, નં.૦૩ની અંગઝડતી માંથી રોકડા રૂપિયા ૫૯,૦૦૦/- તથા એક રેડમી કંપનીનો મોબાઇલ કિ.રૂ.૫,૦૦૦/-, નં.૦૪ની અંગઝડતી કરતા રોકડા રૂપીયા ૪૬,૫૦૦/- મળી કુલ કિ.રૂ.૬,૧૨,૭૦૦/- નો મુદ્દામાલ સાથે હાજર મળી આવેલ. જે અંગે તેઓની પાસે આધાર-પુરાવા કે બીલ માંગતા નહિ હોવાનું જણાવેલ. જે મુદ્દામાલ તેઓએ કયાંકથી ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતુ હોય. જે શંકાસ્પદ મિલ્કત તરીકે કબ્જે કરવામાં આવેલ. આ ચારેય માણસોની વારાફરતી પુછપરછ કરતા તેઓ ચારેયે ભેગા મળી થોડા દીવસ પહેલા તળાજા, ગોપનાથ રોડ, બાપાસીતારામ ચોકમાં એક બહેન પહલ ફાઇનાન્સ કંપનીમાં આવેલ નાણા બેંકમાં જમા કરાવવા જતા હોય તેઓની પાસેથી પૈસા ભરેલો થેલો જુટવી લઈ લુંટ કરી ભાગી ગયેલ હોવાની કબુલાત આપેલ. જે અંગે રેકર્ડ પર ખરાઇ કરતા ગુન્હો દાખલ થયેલ હોય કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ થવા માટે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં સોંપી તળાજા પો.સ્ટે જાણ કરવા સમજ કરવામાં  આવેલ.