વન્ય પ્રાણીઓનો શિકાર કરતા ત્રણ ઈસમોને વન વિભાગએ વોચ ગોઠવી ઝડપી પાડ્યા
- 6:32 pm January 5, 2024
અમરેલી જિલ્લામાં આવેલા જાફરાબાદ રેન્જમાં ફસરીયા ગામ નજીક નદી કાંઠે રાખોલી ધાર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી શિકારી પ્રવુતિ ચાલતી હતી. અહીં વન્યપ્રાણીઓનો શિકાર કરવા માટે બાવળ કાટમાં જળ ગોઠવી આજુ બાજુના વિસ્તારમાંથી વન્યપ્રાણીઓનો તગેડી ભગાડી જાળમાં ફસાવવા માટે જાળ બાંધી તથા વન્યપ્રાણીઓ દર પાસે જાળ ગોઠવી હતી. આ માહિતી જાફરાબાદ વનવિભાગને મળતા વનવિભાગની ટીમે બાવળની કાટમાં છુપાઇને વોચ રાખી ત્રાટકતા ગેરકાયદેસર કૃત્ય કરનારા ત્રણ શિકારીઓને ઝડપી પાડ્યા હતા.વન વિભાગે મુકેશ લાલજીભાઈ પરમાર, લાલજીભાઈ ભાણાભાઈ પરમાર અને જેન્તીભાઈ મેરાભાઈ પરમારને ઝડપી પાડી જાફરાબાદ રેન્જ કચેરીમાં વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં આરોપીઓએ ગુનો કબૂલ કરતા ત્રણેય એડવાન્સ રિકવરી પેટે આરોપી દીઠ રૂ.25000નો દંડ એમ કુસ 75000 દંડ કરી કાર્યવાહી કરી જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.જાફરાબાદ રેન્જ આર.એફ.ઓ.વાઘેલાએ જણાવ્યું હતું કે, આવી પ્રવુતિઓ કરવી નહીં અને જાહેર જનતાને જણાવું છું કે શિકારની પ્રવૃતિઓ ધ્યાનમાં આવે તો નજીકના વનવિભાગનો તાત્કાલિક સંપર્ક કરવો. જેથી મૂંગા વન્યપ્રાણીઓ નું જીવન બચી શકે.